નવી દિલ્હી : રાહુલ ગાંધીનો યોગ દિવસ પર કરવામાં આવેલા વ્યંગ અંગે વિવાદ વધી રહ્યો છે. યોગ દિવસના પ્રસંગે રાહુલ ગાંધીએ સેનાનાં જવાનો અને સ્નિફર ડોગ પાસે પણ યોગ કરાવતા હોવાની તસ્વીરો ટ્વીટ કરી હતી. આ અંગે ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. આ તસ્વીરમાં જવાનોની સાથે સેનાનાં ડોગ્સ પણ યોગ કરતા જોવા મળી રહ્યા છે. આ અંગે રાહુલ ગાંધીએ વ્યંગ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહાલીમાં સિદ્ધુ રાજનીતી ક્યારે છોડી રહ્યા છો? ના પોસ્ટર લાગતા ચકચાર


અમિત શાહ અને સીએમ ખટ્ટરનાં યોગ કાર્યક્રમમાં યોગ મેટ માટે મારામારી
ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સેનાનું અપમાન કરવું કોંગ્રેસની પરંપરા રહી છે. કોંગ્રેસનો હાથ નકારાત્મકતાની સાથે. તે ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ રાહુલ ગાંધીનાં નિવેદન અંગે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, ભગવાન તેમને સદ્બુદ્ધી આપે. 


NSCN નો ઉગ્રવાદી ઝડપાયો, અસમ રાઇફલ્સ પર હુમલાનો ગુનેગાર છે યાંગહાંગ
NSG માં ભારતની એન્ટ્રી પર ફરીથી અડંગો લગાવશે ચીન, પહેલા પણ રોકતું રહ્યું છે રસ્તો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સૌથી તીખો હુમલો ભાજપના પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે કર્યું. તેમણે કહ્યું કે, હાં રાહુલ ગાંધીજી આ ન્યૂ ઇન્ડિયા છે. અહીં કુતરાઓ પણ તમારા કરતા સ્માર્ટ છે. યોગ દિવસ પ્રસંગે સમગ્ર વિશ્વ સહિત દેશનાં મોટા ભાગના હિસ્સાઓમાં યોગ દિવસ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીમાં યોગ કાર્યક્રમનો હિસ્સો લીદો હતો. પોતે કોંગ્રેસ શાસિત અનેક રાજ્યોમાં યોગ દિવસ પ્રસંગે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.