રાયપુરઃ  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી હાલની સરકારની નિંદા કરતા દેશના વર્તમાન રાજનીતિક સ્થિતિની તુલના પાકિસ્તાન સાથે કરી દીધી. રાહુલ ગાંધીએ કહ્યું, પ્રથમ વખત 70 વર્ષમાં તમે જોયું હશે, સામાન્ય રીતે જનતા સુપ્રીમ કોર્ટમાં જાઈ છે, ન્યાય માટે, કાયદાની જરૂર હોય છે, તો જનતા કોર્ટમાં જાય છે. પ્રથમવાર તમે જોયું હશે કે સુપ્રીમ કોર્ટના જજ જનતાની વચ્ચે આવીને કહે છે અમને ડરાવવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે. લગભગ પ્રથમવાર લોકતાંત્રિક દેશમાં થયું છે. આમ ડિક્ટેટરશિપમાં જરૂર થાય છે. પાકિસ્તાનમાં થયું છે. આફ્રિકાના અલગ-2 દેશમાં થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ અને પ્રેસ ડરમાં છે
રાહુલ ગાંધીએ કહ્યું, સુપ્રીમ કોર્ટના ચાર જજ જનતાની સામે આવીને બોલે છે. અમને ડરાવવામાં અને ધમકાવવામાં આવે છે. અમારા પ્રેસ મિત્રો અહીં ઉભા છે, તે પણ આજ કાલ ડરીને બોલે છે. જુએ છે કે કોઈ મારી ન દે. ચાર જજ કહેતા હતા અમે કામ કરી શકતા નથી. પ્રેસ, જે ડર જસ્ટિસમાં છે તે ડર પ્રેસની અંદર છે. 


રાહુલે બીજેપી સાંસદોના ખભે મૂકી વડાપ્રધાન સામે ફોડી બંદૂક


કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું ભાજપના સાંસદોને પણ તે ડર છે. તે કહે છે કે વડાપ્રધાનની સામે એક શબ્દ બોલી શકતા નથી. આખા દેશમાં ડર ફેલાઈ રહ્યો છે. તેનું કારણ શું છે, કઈ શક્તિઓ આનો ફાયદો ઉઠાવી રહી છે. દેશમાં કરોડો કિસાન છે. કરોડો લોકો કહે છે કે અમારૂ દેવું માફ કરો. જેટલીજી કહે છે કે અમારી પોલિસી નથી. 15 સૌથી ધનવાન વ્યક્તિઓનું દેવું માફ થઈ જાય છે. 


દરેક સંસ્થામાં બેસાડવામાં આવે છે RSSના લોકો
કોઈ પણ સંસ્થાને જોઈએ લો, પ્રેસ, પ્લાનિંગ કમિશન, સિક્ષણ સંસ્થાની વાત કરીએ તો દરેક સંસ્થામાં આરએસએસના લોકોને ભરવામાં આવે છે. 


રાહુલ ગાંધીએ કહ્યું, અમે અમારી સરકારોમાં સંસ્થામાં ક્યારેય અમારા લોકો ભર્યા નથી. આરએસએસ અને ભાજપ નથી ઈચ્છતા કે ગરીબની જનતાનો કોઈ અવાજ હોય, દલિત ગરીબ યુવા સપના જોઈ શકે. આ તે લોકો નથી ઈચ્છતા. તેમનું કહેવું છે કે મહિલાઓની જગ્યા પુરૂષોની સામે ઉભા રહેવાની નથી. આ તેમની વિચારધારા છે.