નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર હુમલો કરવાની એકપણ તક ગુમાવતા નથી. રાહુલ ચીન સરહદ વિવાદની સાથે-સાથે દેશની અર્થવ્યવસ્થાને લઈને પણ કેન્દ્ર સરકારને સતત સવાલ પૂછી રહ્યાં છે. રાહુલ ગાંધીએ હવે મોટા ઉદ્યોગપતિઓને ટેક્સમાં મળતી છૂટનો મુદ્દો ઉઠાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કેન્દ્ર સરકારને સૂટ-બૂટ વાળી સરકાર ગણાવતા કહ્યું કે, '1450000000000 (1.45 લાખ કરોડ) રૂપિયાની ટેક્સ-છૂટનો ફાયદો મોટા ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યો, પરંતુ મધ્યમ વર્ગને  લોન પર વ્યાજ પણ માફ નહીં. કારણ કે આ છે #SuitBootKiSarkar


કોંગ્રેસમાં મહાભારતઃ અમારો ઇરાદો કોંગ્રેસને સક્રિય અને મજબૂત બનાવવાનો છેઃ ગુલામ નબી આઝાદ

તેમણે બુધવારે ટ્વીટ કરીને કહ્યું, 'RBIએ પણ તે વાતની પુષ્ટિ કરી દીધી જેની હું મહિનાથી ચેતવણી આપી રહ્યો છું. જરૂરી છે કે સરકારઃ ખર્ચ વધારે, ઉધાર નહીં ગરીબોને પૈસા આપે, ન કે ઉદ્યોગપતિઓને ટેક્સ ઘટાડો વપરાશથી અર્થવ્યવસ્થાને ફરી શરૂ કરે. મીડિયા દ્વારા ધ્યાન ભટકાવવાથી ન તો ગરીબોની મદદ થશે, ન આર્થિક સ્થિતિ સુધરશે.'


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube