સોલન (હિ.પ્ર): લોકસબા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના છેલ્લા તબક્કામાં થનારી ચૂંટણી માટે પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને લઇને વિવાદિત નિવેદન અપ્યું છે. રાહુલ ગાંધીએ હિમાચલ પ્રદેશની સોલનમાં કોંગ્રેસની ચૂંટણી રેલીનું સંબોધન કરતા કહ્યું કે, નોટબંધી સમયે પીએમ મોદીએ તેમની સંપૂર્ણ કેબિનેટને તાળામાં બંધ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જેમને સમજે છે તેમની સાંભળતા નથી, માત્ર તેમની દુનિયામાં રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: નિવેદનથી ફર્યા ગુલામ નબી આઝાદ, કહ્યું- ‘5 વર્ષ સરકાર ચલાવી છે તો કોંગ્રેસમાંથી હોય પીએમ’


રેલીમાં રાહુલ ગાંધી એ કહ્યું કે, RBIએ દેશની અર્થવ્યવસ્થાનો દેખાળેલો રસ્તો 70 વર્ષથી ચાલી રહ્યો છે. આરબીઆઇમાં અર્થવ્યવસ્થાનું સંપૂર્ણ જ્ઞાન ભર્યુ છે. લિસ્ટ છે ત્યાં પર, પીએમ મોદીએ તેમને પૂછ્યું નહીં, નોટબંધી કરી દીધી. ખબર નહીં તમને જાણકારી છે કે નહીં, નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટને નોટબંધી સમયે રેસકોર્સ રોડ (પીએમ આવાસ)માં તાળામાં બંધ કરી દીધા હતા. સત્ય છે. એસપીજીવાળા મારી પણ સિક્યોરિટી કરે છે, તેમણે મને જણાવ્યું હતું.


વધુમાં વાંચો: શારદા ચિટફંડ: IPS રાજીવ કુમારની ધરપકડ પર લાગેલા પ્રતિબંધને SCએ હટાવ્યો


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, મનોહર પર્રિકર, અડવાણી જેવા નેતા અનુભવી છે, તેમને જ્ઞાન છે. અમારા વિચાર અલગ હોઇ શકે છે અમે તેમને હરાવીશું. પરંતુ તેમને અનુભવ તો છે. પીએમએ નોટબંધી પહેલા કોઇને પૂછ્યુ ન હતું.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...