રાહુલ ગાંધી હોટવાર જેલમાં જ્યાં સુધી શિશ નહીં ઝુકાવે, સીટોની વહેંચણી નહીં: JDU
કોંગ્રેસની જન આકાંક્ષા રેલી પુરી થઈ ચૂકી છે, પરંતુ ત્યાર બાદ પણ મહાગઠબંધનમાં સીટ શેરિંગ અંગે વાટાઘાટોનો બીજો તબક્કો હજુ શરો થઈ શક્યો નથી
પટનાઃ મહાગઠબંધનમાં સીટ શેરિંગ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝાએ દાવો કર્યો છે કે, 10 ફેબ્રુઆરી પછી મહાગઠબંધનમાં સીટ શેરિંગ અંગે અંતિમ વાટાઘાટો યોજાશે. સામે પક્ષે જેડીયુનો દાવો છે કે, જ્યાં સુધી રાહુલ ગાંધી હોટવાર જેલમાં લાલુ પ્રસાદ સામે શિશ ઝુકવશે નહીં ત્યાં સુધી સીટ શેરિંગ અંગે અંતિમ નિર્ણય લેવાશે નહીં.
કોંગ્રેસની જન આકાંક્ષા રેલી પુરી થઈ ચૂકી છે, પરંતુ ત્યાર બાદ પણ મહાગઠબંધનમાં સીટ શેરિંગ અંગે વાટાઘાટોનો બીજો તબક્કો હજુ શરો થઈ શક્યો નથી. અત્યારે અંદરો-અંદર ખેંચતાણ ચાલી રહી છે. મહાગઠબંધનની બેઠક પહેલા બિહાર કોંગ્રેસના અધ્યક્ષ મોહન ઝા 9 તારીખના રોજ દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ભાગ લેવા જવાના છે.
પ.બંગાળમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન નહીં લાગે, રાજ્ય ભાજપે કેન્દ્રને કરી હતી ભલામણ
આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ જણાવ્યું કે, સીટ શેરિંગના મુદ્દે કોઈ પણ ગઠબંધનનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી. એનડીએમાં જ જેડીયુ અને એલજેપી વચ્ચે સીટ શેરિંગનો મામલો ફસાયેલો છે. કઈ બેઠક પર કયા પક્ષનો ઉમેદવાર રહેશે એ વાત પણ નક્કી કરવાની બાકી છે.
મહાગઠબંધનમાં જે પ્રકારણે ખેંચતાણ ચાલી રહી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે, આ સંઘ કાશીએ પહોંચશે નહીં. કોંગ્રેસ અને આરજેડી નિશ્ચિંત છે, પરંતુ અન્ય પક્ષોની ચિંતા વધતી જઈ રહી છે. આ મુદ્દે ડાબેરીઓ સાથે પણ હજુ કોઈ વાટાઘાટો થઈ નથી.