નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકી હુમલા પર નિવેદન આપતા કહ્યું કે આ દુ:ખની ઘડીમાં આખો દેશ એક સાથે છે. તેમણે કહ્યું કે દેશને કોઈ શક્તિ તોડી શકે નહીં. પૂર્વ પીએમ મનમોહન સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશને આશ્વાસન આપતા કહ્યું કે અમે સરકાર અને સુરક્ષાદળોની સાથે છીએ. અમે આ આતંકી હુમલા પર રાજનીતિ નહીં કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ કહ્યું કે આ હુમલો હિન્દુસ્તાનની આત્મા પર હુમલો છે. આતંકી હુમલા વિરુદ્ધ અમે સરકારના દરેક પગલાનું સમર્થન કરીએ છીએ. તેમણે કહ્યું કે આ મામલે અમે શહીદોના પરિવારની પડખે છીએ. આ હુમલાથી અમારા મનને ચોટ પહોંચી છે. આતંકીઓને ખબર હોવી જોઈએ કે આવા હુમલા અમે ભૂલતા નથી. 


આ બાજુ પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે અમે શહીદોના પરિવારની સાથે ઊભા છીએ. આતંકવાદ પર કોઈ પણ કિંમતે સમાધાન થાય નહીં.


પુલવામા આતંકી હુમલા પર PM મોદીનું સૌથી મોટું નિવેદન, કહ્યું- 'બદલો લેવા માટે અપાઈ પૂરેપૂરી આઝાદી'


આતંકી સંગઠનોએ મોટી ભૂલ કરી, તેમણે તેની કિંમત ચૂકવવી પડશે-પીએમ મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની પહેલી એન્જિન રહીત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, પુલવામા આતંકી હુમલા પર આ દરમિયાન બોલતા પીએમ મોદીએ  કાર્યક્રમમાં કહ્યું કે અત્યારે દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે. જવાનોની શહાદતનો બદલો લેવા માટે સુરક્ષા દળોને પૂરેપૂરી આઝાદી અપાઈ છે. અમને અમારા સૈનિકોના શૌર્ય પર પૂરેપૂરો ભરોસો છે. આતંકવાદ હવે વધુ સમય સુધી ચાલી શકશે નહીં.  


તેમણે કહ્યું કે દેશમાં કઈંક કરી દેખાડવાની ભાવના છે. હું દેશને ખાતરી અપાવું છું કે હુમલાના ગુનેહગારોને તેમણે જે કર્યું છે તેની સજા ચોક્કસ મળશે. શહીદોના પરિવાર સાથે સમગ્ર ભારતની સંવેદનાઓ છે. આતંક વિરુદ્ધ અમારી લડત તેજ થશે. અમે જડબાતોડ જવાબ આપીશું. તેમણે કહ્યું કે હું આતંકી સંગઠનો અને તેમને આશ્રય આપનારાઓને કહેવા માંગુ છું કે તેઓએ ખુબ મોટી ભૂલ કરી નાખી છે. તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે. 


પુલવામા હુમલો: 'આ' આફ્રિકી દેશનું કનેક્શન સામે આવ્યું, જૈશે 33 સેકન્ડનો VIDEO જોઈને કર્યો એટેક!


ભારતે પાકિસ્તાન પાસેથી છીનવ્યો MSN દરજ્જો
બેઠક બાદ નાણા મંત્રી અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક થઈ. આ બેઠકમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. પુલવામાની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરાઈ. વિદેશ મંત્રાલય આ મામલે લેવાનારા પગલાં અંગે સમય સમય પર જાણકારી આપતું રહેશે. ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેચ્યો છે. વાણીજ્ય મંત્રાલય આ અંગે સૂચના બહાર પાડશે. સુરક્ષાદળો સુરક્ષા અંગે પગલાં લેશે. જે લોકોએ આ આતંકી ઘટનાને અંજામ આપ્યો છે અને જે લોકોએ તેનું સમર્થન કર્યું છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષાદળો આકરી કાર્યવાહી કરશે. ગૃહ મંત્રી કાશ્મીર જશે અને તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે. 


પુલવામા હુમલો: CCS બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, પાકિસ્તાન પાસેથી પાછો ખેંચાયો MFNનો દરજ્જો


તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદના વિષય પર આંતરરાષ્ટ્રીય સંધિના અમલીકરણના વિષય પર પહેલ કરવાનું નક્કી થયું છે. આ વિષય આતંકવાદની વ્યાખ્યાને લઈને એકમત ન થવાના કારણે અટક્યો છે. વિદેશ મંત્રાલય આ વિષય પર આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે ચર્ચા કરશે. 


નાણામંત્રીએ વધુમાં કહ્યું કે સુરક્ષા સંબંધી જે પણ પગલાં લેવાના હશે તે સુરક્ષાદળો લેશે. તેમણે કહ્યું કે જેમણે આ અપરાધ કર્યો છે અને જેમણે તેનું સમર્થન કર્યું છે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે રાજનાથ સિંહ શ્રીનગર જઈ રહ્યાં છે. તેઓ પાછા ફરશે ત્યારબાદ તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરીશું. 


પુલવામા આતંકી હુમલો: ગંભીર ચેતવણી હોવા છતાં 'આ' એક મોટી ભૂલના કારણે 44 જવાનો થયા શહીદ? 


44 સીઆરપીએફના જવાનો શહીદ
ગુરુવારે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધી 44 સીઆરપીએફ જવાનો શહીદ થયા છે. અનેક જવાનો ઘાયલ થયા છે.  આ હમલો ગુરુવારે જમ્મુ શ્રીનગર હાઈવે પર પુલવામા જિલ્લાના અવંતિપોરામાં થયો હતો. જેમાં સીઆરપીએફના કાફલાની એક ગાડીને નિશાન બનાવીને આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો અને 78 ગાડીઓમાં આશરે 2500 જવાનો હતાં.