પુલવામા આતંકી હુમલા પર PM મોદીનું સૌથી મોટું નિવેદન, કહ્યું- 'બદલો લેવા માટે અપાઈ પૂરેપૂરી આઝાદી'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની પહેલી એન્જિન રહીત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, પુલવામા આતંકી હુમલા પર આ દરમિયાન બોલતા પીએમ મોદીએ  કાર્યક્રમમાં કહ્યું કે અત્યારે દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે. શહીદોના પરિવાર સાથે સમગ્ર ભારતની સંવેદનાઓ છે. આતંકીઓ અને તેમના આકાઓએ મોટી કિંમત ચૂકવવી પડશે. આતંક વિરુદ્ધ અમારી લડત તેજ થશે. અમે જડબાતોડ જવાબ આપીશું. 

પુલવામા આતંકી હુમલા પર PM મોદીનું સૌથી મોટું નિવેદન, કહ્યું- 'બદલો લેવા માટે અપાઈ પૂરેપૂરી આઝાદી'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની પહેલી એન્જિન રહીત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, પુલવામા આતંકી હુમલા પર આ દરમિયાન બોલતા પીએમ મોદીએ  કાર્યક્રમમાં કહ્યું કે અત્યારે દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે. જવાનોની શહાદતનો બદલો લેવા માટે સુરક્ષા દળોને પૂરેપૂરી આઝાદી અપાઈ છે. અમને અમારા સૈનિકોના શૌર્ય પર પૂરેપૂરો ભરોસો છે. આતંકવાદ હવે વધુ સમય સુધી ચાલી શકશે નહીં.  

તેમણે કહ્યું કે દેશમાં કઈંક કરી દેખાડવાની ભાવના છે. હું દેશને ખાતરી અપાવું છું કે હુમલાના ગુનેહગારોને તેમણે જે કર્યું છે તેની સજા ચોક્કસ મળશે. શહીદોના પરિવાર સાથે સમગ્ર ભારતની સંવેદનાઓ છે. આતંક વિરુદ્ધ અમારી લડત તેજ થશે. અમે જડબાતોડ જવાબ આપીશું. તેમણે કહ્યું કે હું આતંકી સંગઠનો અને તેમને આશ્રય આપનારાઓને કહેવા માંગુ છું કે તેઓએ ખુબ મોટી ભૂલ કરી નાખી છે. તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે. 

પીએમ મોદીએ કહ્યું કે તમામ સાથીઓને મારી વિનંતી છે કે આ ખુબ જ સંવેદનશીલ અને ભાવુક સમય છે. આથી રાજકીય રોટલા શેકવાથી દૂર રહો. આ હુમલાનો દેશ એકજૂથ થઈને સામનો કરી રહ્યો છે, આ સ્વર વિશ્વમાં જવો જોઈએ. તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે સમગ્ર વિશ્વમાં અલગ થલગ  પડી ગયેલો આપણો પાડોશી દેશ જો એમ સમજતો હોય કે આવા ધૃણિત અને કાવતરા રચીને તે દેશમાં અસ્થિરતા પેદા કરવામાં સફળ થશે તો તે મોટી ભૂલ કરી રહ્યો છે. 

पुलवामा हमले पर बोले PM मोदी, 'गुनहगारों को उनके किए की सजा जरूर मिलेगी'

ગુરુવારે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આ કાર્યક્રમમાં કોઈ સજાવટ કરવામાં આવી નહતી. સાદગીભર્યા કાર્યક્રમમાં પીએમ મોદીએ ટ્રેનને ફક્ત લીલી ઝંડી બતાવી, પુલવામા હુમલામાં શહીદ થયેલા 44 સીઆરપીએફના જવાનો માટે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું. પુલવામા હુમલા બાદ કાર્યક્રમમાં અનેક ફેરફાર કરાયાં. 

હાલમાં જ રેલ મંત્રી પીયૂષ ગોયલે ટ્રેન 18ને વંદે ભારત એક્સપ્રેસ નામ આપ્યું હતું. તેને ચેન્નાઈની ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરાઈ છે. દિલ્હી રાજધાની માર્ગ પર એક ખંડ પર પરીક્ષણ દરમિયાન 180 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપ મેળવીને આ ટ્રેન ભારતની સૌથી ઝડપી ટ્રેન બની ગઈ. 

vande Bharat Express trial between Prayagraj-Varanasi

ટ્રેનની ખાસિયતો

1. દેશની પહેલી એન્જિન રહીત ટ્રેન 16 કોચની છે જેને ભારતીય એન્જિનિયરોએ 18 મહિનાના રેકોર્ડ સમયમાં બનાવી છે. 

2. આ ટ્રેન પર 97 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને તેને ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈએ બનાવી છે. 

3. વંદે ભારત ટ્રેન 30 વર્ષ જૂની શતાબ્દી એક્સપ્રેસની જગ્યા લેશે જેમાં કુલ 16 કોચ ચેરકાર છે. 16માંથી 12 કોચ નોર્મલ ચેરકાર છે અને દરેક બોગીમાં 78 સીટો છે. 

4. તેમાં 2 કોચ એક્ઝિક્યુટિવ ટાઈપ છે જેમાં 25 સીટો છે. બે કોચ ડ્રાઈવિંગના છે જે નોર્મલ ચેરકાર ટાઈપ છે. 

5. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા છે. જ્યાં સ્લાઈડિંગ સીડીઓ છે. તેમાં ઉતરવામાં સરળતા રહેશે. એટલું જ નહીં ટ્રેનના કંટ્રોલ અને  રિમોટ મોનિટર માટે કોમ્પ્યુટર લાગ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news