કોરોના વાયરસ અંગે સરકારની રણનીતિ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યાં સવાલ
કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં સરકારની તૈયારીઓ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે લોકડાઉન કોઈ પણ પ્રકારે કોરોના વાયરસને હરાવી શકશે નહીં. તે બસ થોડા સમય સુધી વાયરસને રોકી રાખશે. જ્યારે લોકડાઉન ખતમ થશે તો આ વાયરસ ફરીથી ફેલાઈ શકે છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં સરકારની તૈયારીઓ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે લોકડાઉન કોઈ પણ પ્રકારે કોરોના વાયરસને હરાવી શકશે નહીં. તે બસ થોડા સમય સુધી વાયરસને રોકી રાખશે. જ્યારે લોકડાઉન ખતમ થશે તો આ વાયરસ ફરીથી ફેલાઈ શકે છે.
20 એપ્રિલથી આ વિસ્તારોને Lockdownમાં મળી શકે છે રાહત, જાણો કેવી છે સરકારની તૈયારી
વીડિયો પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાહુલ ગાંધીએ કહ્યું કે વાયરસ વિરુદ્ધની લડાઈમાં સૌથી મોટું હથિયાર ટેસ્ટિંગ છે. મોટા પાયે ટેસ્ટિંગથી તમે અંદાજો મેળવી શકો છો કે વાયરસ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. આવામાં તમે વાયરસને આઈસોલેટ કરી શકો છો. ટારગેટ કરી શકો છો અને ફાઈટ કરી શકો છો.
કોરોનાકાળમાં ગરમીથી બચવા AC ચાલુ કરો છો? તો ખાસ વાંચો.... નહીં તો પસ્તાશો
રાહુલ ગાંધીએ કહ્યું કે, "આપણું ટેસ્ટિંગ દર દસ લાખમાં 199 લોકો છે. છેલ્લા 72 દિવસોમાં આપણે જેટલા પણ ટેસ્ટ કર્યા છે તેમાંથી પ્રત્યેક જિલ્લો સરેરાશ 350 ટેસ્ટ કરી રહ્યો છે. હજુ આપણે આ વાયરસનો ફક્ત પીછો કરી રહ્યાં છીએ. કોઈ વાયરસનો ભોગ બન્યું પછી આપણે તેની પાછળ દોડીએ છીએ. રેન્ડમ ટેસ્ટિંગ વગર તમે વાયરસની પાછળ જ દોડતા રહેશો. વાયરસ તમારી આગળ નીકળતો જશે. રેન્ડમ ટેસ્ટિંગ કરશો તો જ તમે વાયરસને રોકી શકશો."
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube