Congress News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 2.0ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતથી મેઘાલય જશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં પાર્ટીના નેતાઓ પણ આવી જ યાત્રા કાઢશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાના પટોલેએ જણાવ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ગુજરાતથી મેઘાલય સુધીનો હશે. કોંગ્રેસના મોટા નેતાઓ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં યાત્રાઓ કરશે. ભારત જોડો યાત્રાના પ્રથમ તબક્કામાં રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી લગભગ 4000 કિલોમીટરનું પગપાળા અંતર કાપ્યું હતું.


12 રાજ્યોમાંથી પસાર થઈ હતી યાત્રા
પાછલા વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ થઈ હતી. 3970 કિલોમીટર, 12 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોથી પસાર થનારી આ યાત્રા 130 દિવસ સુધી ચાલ્યા બાદ 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. હવે ભારત જોડો યાત્રા 2.0 ક્યારે શરૂ થશે અને તેનો રૂટ શું હશે, તેની જાણકારી સામે આવી નથી. 


આ પણ વાંચોઃ બળાત્કાર અને છેડતીના આરોપીઓને રાજસ્થાનમાં નહીં મળે નોકરી, સરકારનો મોટો નિર્ણય


નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા અમિત ચાવડાએ સોમવારે રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત ગુજરાતથી કરવાનું આમંત્રણ આપ્યું હતું. તેમનું કહેવું છે કે આ યાત્રાની શરૂઆત ગુજરાતથી થવી જોઈએ. 


મહારાષ્ટ્રમાં પાર્ટીના નેતા કાઢશે યાત્રા
નાના પટોલેએ કહ્યુ કે તે ખુદ પૂર્વી વિદર્ભમાં યાત્રાની આગેવાની કરશે. જ્યારે પશ્ચિમી વિદર્ભની જવાબદારી વજય વાડેટ્ટીવાર, મરાઠવાડામાં અશોક ચવ્હાણ, ઉત્તર મહારાષ્ટ્રમાં બાલાસાહેબ થોરાટ, પશ્ચિમ મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચવ્હાણ અને મુંબઈમાં વર્ષા ગાયકવાડ સંભાળશે. 


રાહુલ ગાંધીને મળ્યો બંગલો
બીજી તરફ સાંસદનું સભ્યપદ પરત મળ્યાના એક દિવસ બાદ રાહુલ ગાંધીને તેમનો સરકારી બંગલો ફાળવી દેવામાં આવ્યો છે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે આખુ ભારત તેમનું ઘર છે. 12, તુગલક લેન સ્થિત પોતાના બંગલાની બીજીવાર ફાળવણી થવાના સવાલ પર રાહુલ ગાંધીએ ક હ્યુ કે મારૂ ઘર આખુ હિન્દુસ્તાન છે. 


આ પણ વાંચોઃ આ સરકારે 9 વર્ષમાં 9 રાજ્યોની સરકાર પાડી દીધી', કેન્દ્ર પર સુપ્રિયા સુલેનો પ્રહાર


પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને એસ્ટેટ ઓફિસ તરફથી તેમના અગાઉના 12, તુગલક લેન હાઉસ ખાતેના નિવાસસ્થાનની પુનઃ ફાળવણી અંગેની સૂચના મળી છે અને તેઓ ફાળવવામાં આવેલ આવાસ સ્વીકારે છે કે નહીં તે નક્કી કરવા માટે તેમની પાસે આઠ દિવસનો સમય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube