નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે એક તસ્વીર શેર કરીને વિવાદોમાં ફસાઇ ગયા છે. તેમણે શુક્રવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે સેનાનાં ડોગ યુનિટનાં યોગ કાર્યક્રમની એક તસ્વીર શેર કરતા સરકાર પર વ્યંગ કરતા કહ્યું કે, ન્યૂ ઇન્ડિયા છે. જો કે તેમની આ તસ્વીરનાં શેર કરતાની સાથે જ લોકો ભડકી ગયા હતા અને તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું. રાહુલે ભાજપ પર અને સરકાર પર વ્યંગ કરવામાં સેના અને યોગ દિવસનો મજાક ઉડાવ્યો જે લોકોને પસંદ આવ્યું નહોતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટક: કોંગ્રેસ-જેડીએસનો કકળાટ યથાવત્ત, દેવગોડાએ કહ્યું થશે વચગાળાની ચૂંટણી


ઓપરેશનથી આતંકવાદીઓમાં અફડા-તફડી, ઉશ્કેરાટમા કરી શકે છે IED વિસ્ફોટ


ગાંધીએ ટ્વીટર પર ડોગ યુનિટના એક કાર્યક્રમની તસ્વીર શેર કરી અને લખ્યું કે, ન્યૂ ઇન્ડિયા. તેમણે જે તસ્વીર શેર કરી છે તેમાં ડોગ યુનિટનાં જવાનો અને સ્નીફર ડોગ યોગાનની મુદ્રામાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, 21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વડાપ્રધારે રાંચ અને અનેક મંત્રીઓએ અલગ અલગ સ્થલો પર યોગ કાર્યક્રમમાં ભાગ લીધો. રાહુલ ગાંધીએ આ ટ્વીટનાં જવાબમાં લોકોએ તેને જ ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું. 


વડાપ્રધાન મોદીનો ડંકો, ટ્રમ્પ- પુતિનને પછાડી બન્યા વિશ્વના બાહુબલી નેતા


લોકસભામાં રજુ થયું નવું ત્રિપલ તલાક બિલ, સમર્થનમાં 186 મત અને વિરોધમાં 74 મત પડ્યા


રામ માધવે રાહુલ ગાંધી પર કર્યો વ્યંગ
ભાજપના મહાસચિવ રામ માધવે શુક્રવા કહ્યું કે, સંસદમાં બાળકો પણ છે અને યોગ તેમની બાળસહજ મનોવૃતીને પહોંચી વળવા માટે સહાયભુત થઇ શકે છે. તેમનો ઇશારો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં ગુરૂવારનાં રાષ્ટ્રપતિના ભાષણ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની હરકત પર હતો. માધવે ગાંધી પર નિશાન સાધતા આ ટિપ્પણી ભાજપ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારંભનું ઉદ્ધાટન કરતા કરી હતી.