અમદાવાદ: ગુજરાત (Gujarat) ના પાટનગર ગાંધીનગર (Gandhinagar) માં એક એવું  ભવ્ય રેલવે સ્ટેશન તૈયાર થયું છે કે જ્યાં મુસાફરો માટે એક ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવવામાં આવી છે. ગાંધીનગર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો વીડિયો રેલવે મંત્રી પિયુષ ગોયલે શેર કર્યો છે. જેમાં ફિલ્મ અભિનેતા પ્રતિક ગાંધી ગાંધીનગર રેલવે સ્ટેશન અંગે જણાવે છે. વીડિયો શેર કરતા પિયુષ ગોયલે લખ્યું કે 'આ એક હોટલ છે કે રેલવે સ્ટેશન?'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

750 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે સ્ટેશન
પ્રતિક ગાંધી (Pratik Gadhi) એ વીડિયોમાં જણાવ્યું કે ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway Station) નું રિડેવલપમેન્ટ લગભગ 750 કરોડ રૂપિયામાં થયું છે. 


રેલવે સ્ટેશનમાં છે આ સુવિધાઓ
ગાંધીનગર રેલવે સ્ટેશનમાં પ્રાર્થના રૂમ, બેબી ફિડિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. આ સ્ટેશનમાં અનેક સુવિધાઓ ઉપરાંત પ્રાથમિક ઉપચાર માટે એક નાની હોસ્પિટલ પણ બનેલી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube