નવી દિલ્હી : રેલવે મંત્ર પીયૂષ ગોયલે (Piyush Goyal) તમામ રાજ્યોને અપીલ કરી છે કે, પ્રવાસી શ્રમીકો માટે ચલાવવામાં આવનારી સ્પેશ્યલ ટ્રેનનાં સંચાલનને પરવાનગી આપે. જેથી ફસાયેલા લોકો ત્રણ ચાર દિવસમાં પોતાનાં ઘરે પહોંચી શકે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ પ્રકારની રેલગાડીઓ ચલાવવા માટે પત્ર લખવામાં આવ્યા બાદ મંત્રીએ આ અપીલ કરી છે. ગોયલે રવિવારે ટ્વીટ કર્યું, વડાપ્રધાન મોદીનાં નિર્દેશો અનુસાર રેલ ખુબ જ ઓછા સમયનાં નોટિસ પર પ્રતિદિવસ 300 શ્રમીક વિશેષ રેલગાડીઓ ચલાવવા માટે ગત્ત 6 દિવસથી તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મુદ્દે રાહતના સમાચાર, નીતિ આયોગનાં CEO એ કહ્યું 112 જિલ્લામાં માત્ર 2% જ કેસ, ડરો નહી

હું તમામ રાજ્યોને અપીલ કરુ છું કે પોતાના ફસાયેલા શ્રમિકોને કાઢીને પરત લાવવા માટેની પરવાનગી આપે જેથી આગામી ત્રણ ચાર દિવસમાં અમે તમામને ઘરે પહોંચાડી શકીએ. પશ્ચિમ બંગાળ સરકારે શનિવારે દાવો કર્યો કે, પોતાના શ્રમીકોને પરત લાવવા માટે તેણે 8 રેલગાડીને મંજૂરી આપી છે. તેમાંથી ચાર રેલગાડીઓ શનિવારે રવાના થશે પરંતુ તે રેલગાડીઓનું સંચાલન નથી થયું. 


એક આંબલીના કારણે છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રીનો જીવ જોખમમાં, જાણો સમગ્ર હકીકત

રેલવેના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, વિભાગ પ્રતિ દિવસ 300 રેલગાડીઓનું સંચાલન કરી રહ્યું છે, જેના કારણે પાંચ દિવસમાં સરેરાશ 20 લાખ પ્રવાસી શ્રમીકની યાત્રા શક્ય છે. હાલ કેટલાક રાજ્યો મંજુરી નથી આપી રહ્યા, ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્યો. સમગ્ર દેશમાં 10 મે સુધીમાં 366 શ્રમીક સ્પેશ્યલ ટ્રેન ચાલી. જેમાં 287 પોતાના ગંતવ્ય સુધી પહોંચી અને 79 રેલગાડીઓ હાલ રસ્તામાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube