Railway Knowledge: આસામના ડિબ્રુગઢ ખાતે બ્રહ્મપુત્રા નદી પર ભારતનો સૌથી લાંબો પુલ બનાવવામાં આવ્યો છે. બોગીબીલ બ્રિજ દેશનો સૌથી લાંબો રેલ-કમ-રોડ બ્રિજ છે. તે બ્રહ્મપુત્રા નદીના ઉત્તર અને દક્ષિણ કાંઠે ધેમાજી અને ડિબ્રુગઢને જોડવાનું કામ કરે છે. આ બ્રિજ ખુલવાથી ઉપલા આસામ અને અરુણાચલ પ્રદેશમાં રહેતા લાખો લોકોની અવરજવરમાં સરળતા થઈ છે. આ પૂલ 4.9 કિમી લાંબો છે અને એશિયાનો બીજો સૌથી લાંબો રેલ અને રોડ બ્રિજ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી મહત્વની વાત એ છે કે આ પુલમાં ક્યાંય રિપીટ નથી લગાવવામાં આવ્યા.  તેના બદલે દરેક જગ્યાએ લોખંડનું વેલ્ડિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે તેનું વજન 20% ઘટ્યું છે અને તેની કિંમત પણ ઘટી છે. રેલવે દ્વારા બનાવવામાં આવેલા આ ડબલ ડેકર બ્રિજ તેના પરથી ટ્રેનો અને ગાડીઓ બંને પસાર થઈ શકશે. ઉપરના માળે ત્રણ લેન રોડ બનાવવામાં આવ્યો છે. નીચલા ડેક પર બે ટ્રેક બનાવવામાં આવ્યા છે. આ પૂલ એટલો મજબુત બનાવવામાં આવ્યો છે કે સૈન્ય ટેન્ક પણ તેમાંથી પસાર થઈ શકે છે.


આ પણ વાંચો:
ઈલેક્ટ્રીક મીટરની બાજુમાં ફિટ કરી દો 800 રૂપિયાનું આ છોટુ ડીવાઇસ
ઓનલાઇન લીક થઈ The Kerala Story! વિવાદો વચ્ચે પણ બીજા દિવસે ધમાકેદાર કમાણી
આજે પંડ્યા બ્રધર્સ વચ્ચે કાંટાની ટક્કર, જાણો ગુજરાત-લખનૌ મેચની પીચ રીપોર્ટ


હંસ રાજ યોગથી આ 3 રાશિના જાતકોનું જાગી જશે સુતેલું ભાગ્ય, થશે ધનવર્ષા
Palmistry: જે લોકોના હાથમાં આવી રેખાઓ તેઓ ક્યારેય નથી ચઢી શકતા સફળતાની સીડી!
કન્યા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે, સિંહ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube