મુંબઇ: મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ચોમાસાના આગમનથી શુક્રવાર (28 જૂન) ઘણી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદે જ્યાં મુંબઇવાસીઓને ગરમીથી રાહત આપી છે ત્યાં પહેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઇ જતાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇના અંધેરી, ધારાવી, વસઇ, કાંદિવલી, બોરિવલી સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. બીએમસીએ કોઇ દુર્ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ખોલવાની ના પાડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, પર્વતોમાં છુપાયેલા છે આતંકી!


G-20 સમિટમાં PM મોદીએ કહ્યું- જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ છે ‘JAI’


ભારતમાં હવામાનની જાણકારી આપનાર પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે ગુરુવારે જ મુંબઇમાં ભારે વરસાદ થવાની આગાહી કરી હતી. સ્કાઇમેટનું કહેવું હતું કે, આગામી 48 કલાકમાં મુંબઇમાં 100 મિમી સુધી વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અલીબાગ, કોલ્હાપુર, મુંબઇ સબઅર્બન, નાગપુર, પાલઘર, પુણે, રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા, સિધુદુર્ગ અને ઠાણેમાં પણ ભારે વરસાદની આગાહી દર્શાવી હતી.


J&K: બડગામમાં સુરક્ષા દળોએ ઠાર માર્યો 1 આતંકી, અન્ય આતંકવાદીઓની શોધ ચાલું


ત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે, મહારાષ્ટ્રના તટ વિસ્તાર, મુંબઇ, ઠાણે, રત્નાગિરી અને આસપાસના વિસ્તારોમાં આગામી 24-36 કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...