વિધાનસભાનું સત્ર કેમ બોલાવવું? રાજ્યપાલે અશોક ગેહલોત સરકારને પૂછ્યા છ સવાલ
Rajasthan politics news: સીએમ અશોક ગેહલોતે કેબિનેટની સાથે રાજ્યપાલના તે પત્રની ચર્ચા કરી જેમાં તેમણે વિધાનસભા સત્ર બોલાવવાનું કારણ પૂછ્યુ છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ છ પાસાઓ પર સરકાર પાસે જવાબ માગ્યો છે.
જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મોડી રાત સુધી કેબિનેટ સાથે ચર્ચા-વિચારણા કરતા રહ્યાં. વિધાનસભાનું સત્ર બોલાવવાને લઈને રાજ્યપાલ કલરાજ મિશ્રાએ સીએમને છ બિંદુઓનું એક પશ્નપત્ર મોકલ્યું છે. જેમાં તેમણે ગેહલોત સરકારને પૂછ્યું છે કે જો તમારી પાસે બહુમત છે તો વિધાનસભા સત્ર બોલાવીને બહુમત પરીક્ષણ કેમ ઈચ્છો છો. રાજભવને શુક્રવારે સાંજે આ પત્ર સરકારની પાસે મોકલ્યો હતો. મુખ્યમંત્રી નિવાસ આશરે અઢી કલાક ચાલેલી બેઠકમાં તેના પર વાત થઈ હતી.
દબાવની રાજનીતિ ન થાયઃ રાજ્યપાલ
ગવર્નરે રાજ્ય સરકારને મોકલેલા પત્રમાં કહ્યું કે, કોઈપણ બંધારણીય વ્યવસ્થાથી ઉપર નથી અને દબાવની રાજનીતિ ન થવી જોઈએ. નિવેદન અનુસાર મિશ્રાએ કહ્યુ, રાજ્ય સરકારે 23 જુલાઈએ રાત્રે રાજભવનને એક પત્ર આપ્યો કે શોર્ટ નોટિસ પર વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે. ગવર્નરે કહ્યુ કે તેમણે કાયદાકીય અને બંધારણીય નિષ્ણાંતોની સલાહ લીધી છે. ત્યારબાદ છ બિંદુઓની એક નોટ સરકારની પાસે મોકલવામાં આવી છે.
ગવર્નરે શું કહ્યુ છે?
પોતાની નોટમાં રાજ્યપાલે કહ્યુ કે, કેબિનેટમાં વિધાનસભા સત્રની કોઈ તારીખ જણાવવામાં આવી નથી, ન તો સરકારે ક્યાં કારણે તેને બોલાવવાની માગ કરી છે, તે જણાવવામાં આવ્યું નથી. કેબિનેચે સત્ર માટે કોઈ અપ્રૂવલ પણ આપ્યું નથી. ગવર્નરે કહ્યુ કે, સામાન્ય સ્થિતિમાં 21 દિવસની નોટિસ આપવાની હોય છે. રાજભવને નિવેદનમાં કહ્યું કે, ગવર્નરે સરકારને કહ્યું છે કે બધા ધારાસભ્યોની સ્વતંત્રતા અને આવવા જવાની આઝાદી નક્કી કરો. ગવર્નરે તે પણ પૂછ્યુ છે કે રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ જોતા વિધાનસભા કઈ રીતે બોલાવી શકાય છે. રાજ્યપાલે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે સરકારની દરેક કાર્યવાહીમાં બંધારણીય મર્યાદા અને જરૂરી પ્રક્રિયાનું પાલન થવું જોઈએ.
ધરણા બાદ રાજભવને માગી સફાઈ
સચિન પાયલચ સહિત 19 ધારાસભ્યોના બળવા બાદ ગેહલોત સરકાર રાજકીય સંકટનો સામનો કરી રહી છે. ગેહલોત સરકાર ઈચ્છે છે કે રાજ્યપાલ વિધાનસભાનું સત્ર બોલાવે જેથી તે બહુમત સાબિત કરી શકે. આ પહેલા શુક્રવારે ગેહલોતે કહ્યુ હતુ કે ગવર્નરને વિધાનસભા સત્ર માટે પત્ર લખ્યો હતો પરંતુ કોઈ પગલું ન ભર્યું. જ્યારે ગેહલોત સમર્થક ધારાસભ્યોએ રાજભવનની સામે પાંચ કલાક ધરણા આપ્યા તો રાજ્યપાલે કહ્યું કે, બંધારણીય જોગવાઈ પ્રમાણે કામ કરશે. ત્યારબાદ રાજભવન તરફથી કહેવામાં આવ્યું છે કે ગવર્નરે છ બિંદુઓ પર સરકાર પાસે સફાઈ માગી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube