આ નેતાની સભાઓમાં PM મોદીની સભા કરતા પણ વધુ ભીડ ઉમટે છે
અપક્ષ ધારાસભ્ય હનુમાન બેનીવાલ રાજસ્થાનની રાજનીતિમાં એક ખેડૂત તથા જાટ નેતાના રૂપમાં પ્રકાશમાં આવી રહ્યાં છે. નાગોર જિલ્લાની તમામ સીટ ભારતીય જનતા પાર્ટીની પાસે હોવા છતાં આ વિધાનસભા ક્ષેત્ર ખીંવસરમાં બેનીવાલનું મોટુ પ્રભુત્વ છે.
રાજસ્થાનના અપક્ષ ધારાસભ્યનું એક વિચિત્ર કનેક્શન પીએમ મોદી સાથે નીકળ્યું છે. અપક્ષ ધારાસભ્ય હનુમાન બેનીવાલ રાજસ્થાનની રાજનીતિમાં એક ખેડૂત તથા જાટ નેતાના રૂપમાં પ્રકાશમાં આવી રહ્યાં છે. નાગોર જિલ્લાની તમામ સીટ ભારતીય જનતા પાર્ટીની પાસે હોવા છતાં આ વિધાનસભા ક્ષેત્ર ખીંવસરમાં બેનીવાલનું મોટુ પ્રભુત્વ છે. તેમણે ગત વર્ષે ડિસેમ્બરમાં ખેડૂત હુંકાર મહારેલી કરીને પોતાની તાકાત બતાવી હતી, જેના બાદ કોંગ્રેસ તથા બીજેપી બંને પાર્ટીઓના કાન સરવા થઈ ગયા છે.
ખેડૂતોના હિત માટે કરે છે કામ
બેનીવાલ વિધાનસભા સત્ર દરમિયાન હંમેશા ખેડૂતો તથા મજૂરોના હિતમાં વાત કરતા નજરે આવે છે. શેખાવટી તથા નાગૌર ક્ષેત્રમાં બેનીવાલ બહુ જ સારું પ્રભુત્વ ધરાવે છે. તેમના મોટાભાગના આંદોલનોમાં ભારે ભીડ જોવા મળી છે. કહેવાય છે કે, તેમના આંદોલનોમાં પીએમ મોદીની જનસભા જેટલી જનમેદની જોવા મળે છે. ખેડૂતો માટે તેઓ રસ્તાથી લઈને વિધાનસભા સુધીના વિસ્તારોમાં આંદોલન કરે છે. આ દરમિયાન મોટાભાગના આંદોલનોમાં ભારે ભીડ જોવા મળે છે.
પાર્ટી બનાવી શકે છે
હનુમાન બેનીવાલ રાજનીતિમાં મોટુ ચિત્ર બનીને ઉપસી રહ્યાં છે. રાજસ્થાનની રાજનીતિને તેઓ નવો વળાંક આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેમનું કહેવું છે કે, હવે રાજસ્થાનમાં ત્રીજા મોરચાનું ગઠન કરવામાં આવશે અને આ માટે તેઓ જયપુરમાં આગામી સમયમાં થનારી મોટી રેલીમાં જાહેરાત કરશે. તેમણે યુવાઓને આકર્ષિત કરવા માટે 5000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાની પણ જાહેરાત કરી છે. હનુમાન બેનીવાલની આ જાહેરાતથી રાજસ્થાનની રાજનીતિમાં નવા નવા સમીકરણો આકાર લેશે. કારણ કે તેમને જાટ સમુદાયનું મોટું સમર્થન છે.
[[{"fid":"183264","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"DTuFclEVMAAK1Ao.jpg","field_file_image_title_text[und][0][value]":"DTuFclEVMAAK1Ao.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"DTuFclEVMAAK1Ao.jpg","field_file_image_title_text[und][0][value]":"DTuFclEVMAAK1Ao.jpg"}},"link_text":false,"attributes":{"alt":"DTuFclEVMAAK1Ao.jpg","title":"DTuFclEVMAAK1Ao.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
જાટ સમુદાયનું સમર્થન
ઉલ્લેખનીય છે કે, જાટ સમુદાય સૂબાની 60 સીટો પર કોની હારજીત થશે તે નક્કી કરે છે. જેમાં નાગૌર, સીકર, ઝુંઝનુ, ભરતપુર અને જોધપુર જિલ્લો સામેલ છે. આ જિલ્લાઓમાં જાટ સમુદાયનો દબદબો છે અને આ વિસ્તારનો જાટ સમુદાય બેનીવાલનો પોતાના નેતા તરીકે જોવા માંગે છે. આવામાં બેનીવાલની નવી પાર્ટીની જાહેરાત કોંગ્રેસ અને ભાજપની જીતના તમામ સમીકરણો ઊંધા પાડી શકે છે. ત્યારે બેનીવાલની રેલીઓમાં થતી જનમેદની ધણી બધી બાબતો પર સવાલો ઉભા કરે છે.
હાલ રાજસ્થાનમાં સત્તા વિરોધી લહેર ઉભરી રહી છે. હનુમાન બેનીવાલની હાજરી અનેક સીટો પર આ લહેરમાં દખલગીરી કરશે. તેમની રેલીમાં ઉભરતી ભીડ જોતા કહી શકાય છે કે, તેઓ અનેક જગ્યાઓ પર ત્રિકોણીય જંગ બનાવી શકવાની તાકાત ધરાવે છે. યુવાઓમાં તેમની લોકપ્રિયતા ઝડપભેર વધી રહી છે. આમ, તો જાટ સમુદાય પરંપરાગત રીતે કોંગ્રેસના વોટર માનવામાં આવે છે, પરંતુ ગત 10 વર્ષોમાં જાટોનો મોટો હિસ્સો બીજેપી તરફ વળી રહ્યો છે. પરંતુ કોંગ્રેસનો સૌથી મોટો જનાધાર આ સમુદાયમાં જ છે.