જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રાજસ્થાનમાં કોરોના વેક્સિન (Corona vaccine) ની અછત બાદ વેક્સિનની ચોરી પણ થવા લાગી છે. જયપુરની એક સરકારી હોસ્પિટલમાંથી કો0વેક્સીનના 320 ડોઝની ચોરી થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે અજાણ્યા લોકો સામે ચોરીની ફરિયાદ દાખલ કરી છે. સ્વાસ્થ્ય વિભાગ તે પણ તપાસ કરાવશે કે વેક્સિનનું ગેરકાયદેસર નેટવર્ક તો સક્રિય થયું નથીને. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વેક્સિનની ચોરીનો આ દેશભરમાં પ્રથમ મામલો છે. ખાસ વાત છે કે જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી તો જે જગ્યાએથી વેક્સિન ચોરી થઈ ત્યાં સીસીટીવી બંધ હતા. તેવામાં શંકા છે કે હોસ્પિટલના કોઈ કર્મચારીના મિલીભગતથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ CBSE ની ધોરણ 10ની પરીક્ષા કરી કેન્સલ અને ધોરણ 12ની મોકૂફ, કેન્દ્ર સરકારનું મોટું એક્શન


રાજસ્થાન 1 કરોડથી વધુ લોકોને રસી લગાવનાર બીજુ રાજ્ય છે. રાજસ્થાને સોમવારે બપોર સુધી એક કરોડથી વધુ લોકોનું રસીકરણ કરી દીધુ છે. રાજ્યમાં ચિકિત્સા અને સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુ શર્માએ રાજ્યના ચિકિત્સા કર્મીઓને એક કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવા માટે શુભેચ્છા આપી હતી. તેમણે રાજ્યમાં લોકોને મોટા પાયે રસીકરણ કરાવવાની અપીલ પણ કરી હતી. 


આ પણ વાંચોઃ UP માં વાયરસનો હાહાકાર, CM યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ


છેલ્લા ચાર દિવસથી દરરોજ 4.70 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. 5 એપ્રિલે કુલ 5.44 લાખ, 6 એપ્રિલે 4.84 લાખ, 7 એપ્રિલે 5.81 લાખ, 8 એપ્રિલે 4.65 લાખ, 9 એપ્રિલે 4.21 લાખ, 10 એપ્રિલે 2.96 લાખ અને 11 એપ્રિલે 1.11 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube