નવી દિલ્હી: ગુર્જર સમાજના મોટા નેતા કિરોડી સિંહ બૈંસલા ફરી એકવાર ભાજપમાં શામેલ થઇ ગયા છે. જણાવી દઇએ કે, કિરોડી સિંહ બૈંસલાની સાથે સાથે તેમના પુત્ર વિજય બૈંસલાએ પણ ભાજપમાં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપની મુખ્ય ઓફિસમાં કિરોડી બૈંસલા અને તેમના પુત્ર ભાજપમાં સામેલ થયા. તે દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને સાંસદ અનિલ બલુની પણ હાજર રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાફેલ ડીલ મુદ્દે માયાવતી બોલી, ‘ખોટુ બોલી ગેરમાર્ગે દોરવા માટે પીએમ મોદી માફી માગે’


કિરોડી સિંહ બૈંસલા વિરષ્ઠ ગુર્જર નેતા છે અને તેના કારણે તેમનું ભાજપમાં સામેલ થવાથી ભાજપને ચૂંટણીમાં ઘણો ફાયદો થઇ શકે છે. કિરોડી બૈંસલાનું ભાજપમાં સામેલ થવાથી પ્રદેશની 25 બેઠકોમાંથી 9 બેઠક પર પાર્ટીને લાભ મળી શકે છે. જેમાં ટોંક-સવાઇમાધોપુર, ભરતપુર, અજમેર વગેરે બેઠકો સામેલ છે.


વધુમાં વાંચો: રાહુલ ગાંધીએ અમેઠીમાં ભર્યું ઉમેદવારી પત્ર, સપોર્ટ કરવા પહોંચી ગાંધી ફેમેલી


તમને જણાવી દઇએ કે, વર્ષ 2009માં ટોંક-સવાઇમાધોપુર બેઠકથી બૈંસલા ભાજપ તરફથી ચૂંટણી લડી ચુક્યા છે. જોકે, પાર્ટી સૂત્રોના અનુસાર વર્તમાન બચેલી બેઠક દૌસા પર બૈંસલાને ટિકિટ આપવાની સંભાવના ઓછી છે. બૈંસલાએ તેમના માટે અજમેર અને ટોંક-સુવાઇમાધોપુરમાંથી એક બેઠકની માગ કરી હતી પરંતુ પાર્ટી આ બંને બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે.


વધુમાં વાંચો: રાફેલ ડીલ: સુપ્રીમ કોર્ટે આપ્યો સરકારને ઝટકો, પુનર્વિચાર અરજી પર થશે સુનાવણી


અહીં તમને જણાવી દઇએ કે, ભાજપ 23 બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. જેમાં નાગૌર બેઠકથી એનડીએથી ગઠબંધન કરનાર હનુમાન બેનીવાલને બેઠક આપવામાં આવી છે. હવે માત્ર 1 બેઠક પર પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરવાની બાકી છે. જેના કારણ બૈંસલાને કોઇપણ બેઠક પર ટિકિટ મળવી સંભાવના ઓછી છે. અહીં તમને જણાવી દઇએ કે પ્રદેશમાં પ્રથમ તબક્કામાં મતદાન 29 એપ્રિલ અને બીજા તબક્કામાં 6 મેએ થશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...