રાહુલ ગાંધીએ અમેઠીમાં ભર્યું ઉમેદવારી પત્ર, સપોર્ટ કરવા પહોંચી ગાંધી ફેમેલી
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમેઠી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવા પહોંચી ગયા છે. ઉમેદવારી દાખલ કરાવતા પહેલા રાહુલ ગાંધીએ અમેઠીમાં રોડ શોનું આયોજન કર્યું છે.
Trending Photos
અમેઠી: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે અમેઠીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. રાહુલ ગાંધીની ઉમેદવારી દરમિયા યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યાં હતા. ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા રાહુલ ગાંધીએ મુંશીગંજથી ગૈરીગંજ વચ્ચે ત્રણ કિલોમીટરના અંતરનો રોડ શો કર્યો હતો. ખાસ વાત એ છે કે, રાહુલ ગાંધીના આ રોડ શોનું નામ અભિનંદન તેમજ આશિર્વાદ રાખવામાં આવ્યું હતું.
દુલ્હનની જેમ શણગારવામાં આવી અમેઠી જિલ્લા ઓફિસ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉમેદવારી નોંધાવવાને લઇને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરેટ ઓફિસને દુલ્હનની જેમ શણગારવા આવી છે.
કાફલા પર મહિલાઓએ વરસાવ્યા ફૂલ
મહિલાઓએ ઘરથી છત પરથી ફૂલોનો વરસાદ કર્યો હતા. ભારે ગર્મીમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના કાફલા સાથે ચાલી રહ્યાં હતા.
રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર આપી શુભકામનાઓ
રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવતા રહેલા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પોસ્ટ કરી, અમેઠીની જનતાએ હંમેશાથી ગાંધી પરિવારને પોતાનો પ્રેમ અને આશીર્વાદ આપ્યો છે અને આગળ પણ આપતા રહેશે. તેના માટે અમેઠીની જનતા ખુબ-ખુબ ઘન્યવાદ. રાહુલ ગાંધીને અમેઠીથી ઉમેદવારી નોંધાવવા માટે હાર્દિક શુભકામનાઓ.
બાળકો સાથે પહોંચી પ્રિંયકા ગાંધી
રાહુલ ગાંધીના રોડ શો માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમના પૂરા પરિવાર સાથે અમેઠીમાં હાજર છે. પ્રયિંકાની સાથે તેમના પતિ રોબર્ટ વાડ્રા અને તેમના બે બાળકો પણ હાજર રહ્યાં છે.
રાહુલને ટક્કર આપશે સ્મૃતિ ઇરાની
કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપે રાહુલ ગાંધીને ટક્કર આપવા માટે સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતારી છે. પ્રદેશ પ્રવક્તા મુકેશ ચૌહાણે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉમેદવારી નોંધાવશે. તેમણે જણાવ્યું કે, તે દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે. સિંહએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ઉમેદવારી દાખલ કરતા પહેલા મુંશીગંજથી ગૌરીગંજ વચ્ચે ત્રણ કિલોમીટર અંતરનો રોડ શો કરશે.
11 અપ્રિલે સ્મૃતિ ઇરાની નોંધાવશે ઉમેદવારી
તમને જણાવી દઇએ કે પાંચમા તબક્કામાં આગામી 10 એપ્રિલથી ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઇ રહી છે. કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઇરાની 11 એપ્રિલે અમેઠીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. તે દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના અન્ય મંત્રીઓ સામેલ થવાની સંભાવનાઓ છે.
3 વખત સાંસદ રહી ચુક્યા છે રાહુલ ગાંધી
રાહુલ ગાંધીને અમેઠીથી જુનો સંબંધ છે. રાહુલ ગાંધી અમેઠીથી સતત ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. 2004માં તેમણે પહેલી વખત અહીં જીત હાંસલ કરી હતી. પછી 2009માં અને 2014માં પણ તેઓ આ બેઠક પરથી વિજય થયા હતા. જિલ્લા પ્રશાસને આ બંને વીવીઆઇપી ઉમેદવારીને ધ્યાનમાં રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. અમેઠીમાં પાંચમાં તબક્કામાં 6 મેના રોજ મતદાન થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે