રહસ્યમય મંદિરની ખૌફનાક કહાની: શાપિત કિરાડૂ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે લોકો
kiradu temple story: હાથમાં ગામમાં આવેલુ કિરાડૂ મંદિરમાં કોઈ ભૂલથી પણ પગ મૂકી દે છે તો તે માણસ પથ્થરની મૂર્તિ બની જાય છે. વિચારવા જેવી વાતતો એ છે કે આ મંદિરને રાજસ્થાનનુ ખજૂરાહોનું મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર શરૂઆતથી જ શાપિત મંદિર છે.
દિક્ષીતા દાનાવાલા: દુનિયામાં ઘણા એવા મંદિર છે જે તેની અલગ અલગ માન્યાતાઓ માટે જાણીતા છે કેટલાક મંદિરો ચમત્કાર માટે જાણીતા છે તો કેટલાક તેના રહસ્યને લઈને જાણીતા છે. રહસ્યની વાત નીકળી જ છે તો આજે હુ તમને એક એવા મંદિર વિશે જણાવીશ જ્યાં સાંજ પછી મંદિરમાં પગ મૂકતા માણસો પથ્થર બની જાય છે.
આજે અમે તમને રાજસ્થાનના એક એવા મંદિર વિષે જણાવીશુ જેના વિશે જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. રાજસ્થાનથી 48 કિલોમીટરે બાડમેરમાં હાથમાં નામનું ગામ આવેલું છે. આ ગામના વિશે એવુ કહેવામાં આવે છે કે અહી એક મંદિર આવેલુ છે જ્યા ભુલથી રાતના સમયે કોઈ માણસ જાય છે તો તે હંમેશા માટે પથ્થર બની જાય છે. આના પાછળનું શું છે.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
મંદિર એક રહસ્ય
હાથમાં ગામમાં આવેલુ કિરાડૂ મંદિરમાં કોઈ ભૂલથી પણ પગ મૂકી દે છે તો તે માણસ પથ્થરની મૂર્તિ બની જાય છે. વિચારવા જેવી વાતતો એ છે કે આ મંદિરને રાજસ્થાનનુ ખજૂરાહોનું મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર શરૂઆતથી જ શાપિત મંદિર છે. કેટલીકવાર લોકોએ આ મંદિરનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો પણ લોકોને ત્યાં જતા ભયનો અનુભવ પણ થયેલો છે. આવું થવા પાછળનુ કારણ મંદિરને આપેલા શ્રાપનું પરિણામ છે. અને ત્યારથી લોકો આ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે.
કેટલાક લોકોએ આ મંદિર વિશે જાણવાનો પ્રયત્ન પણ કર્યો પણ જે લોકો આ મંદિરમાં ગયા તે લોકો આજસુધી ક્યારે પાછા નથી ફર્યા તેમનો કોઈ પતો લાગ્યો નથી. શાપિત મંદિર ખંડેર જેવુ છે અને તેની અંદર હાલમાં કેટલીક મૂર્તીઓ એવી સ્થિતિમાં છે કે ત્યાં લોકોએ પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હોઈ અને કંઈ જાણવાનો પ્રયત્ન કર્યો હોઈ તે લોકો પથ્થર બની ગયા અને ક્યારે પાછા ફર્યા નહી.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
900 વર્ષ પહેલાના શ્રાપનુ પરિણામ
900વર્ષ પહેલાની વાત છે એક સિધ્ધ સંતે પોતાના શિષ્યો સાથે આ ગામમાં વસવાટ કર્યો હતો. થોડા દિવસ પછી સંત તીર્થયાત્રા માટે નીકળ્યા. પરંતુ જતા પહેલા તેમણે આ ગામના લોકોના ભરોશે તેમના શિષ્યોને છોડી દીધા હતા. સંતે વિચાર્યું કે સ્થાનિક લોકો તેમને ખોરાક, પાણી અને સુરક્ષા આપશે. સંતના તીર્થસ્થાને ગયા પછી ત્યાંના રહેવાસીઓએ તેમના શિષ્યો તરફ ધ્યાન આપ્યું નહીં. માત્ર એક કુંભારી તેમનુ ધ્યાન રાખતો હતો. ધીરે ધીરે ઘણા શિષ્યો બીમાર પડ્યા. જ્યારે સંત થોડા દિવસો પછી પાછા ફર્યા તો તેમણે જોયું કે બધા શિષ્યો ભૂખથી પીડાઈ રહ્યા છે અને ખૂબ જ બીમાર અને નબળા પડી ગયા છે.
આ દ્રશ્ય જોઈને સંતે ક્રોધિત થયા અને કહ્યુ કે જ્યાની પ્રજામાં સાધુ સંતો પ્રત્યે દયા ભાવ નથી ત્યા બીજા પ્રત્યે શુ હશે. આવી જગ્યા પર માનવે વસવાટ ન કરવો જોઈએ. તેઓ ક્રોધે ભરયા અને કંમડલમાંથી હાથમાં જળ લઈને નગરવાસીઓને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો અને ત્યારથી આ મંદિર શ્રાપિત કહેવાય છે. સંતે તે કુંભારને બોલાવ્યો અને કહ્યું કે તમે સાંજ પહેલા આ શહેર છોડી દો અને જતી વખતે પાછળ વળીને જોશો નહીં. સંતના કહેવા પ્રમાણે કુંભારને શંકા ગઈ અને શહેર છોડતી વખતે તેણે પાછળ જોયુ અને તે પણ સંતના શ્રાપને કારણે પથ્થર બની ગઈ. ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ સાંજના સમય પછી મંદિરમાં પ્રવેશવાની કોઇ હિંમત કરતું નથી.
આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube