નવી દિલ્હીઃ ગેહલોત સરકાર પર સંકટના વાદળો છવાયેલા છે. આજે ગેહલોત સરકારના ભાગ્યનો નિર્ણય થઈ જશે. સોમવારે સવારે 10.30 કલાકે મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સામેલ થવા માટે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે ના પાડી દીધી છે. સચિન પાયલોટનું ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ ન લેવો એટલે કે રાજસ્થાનમાં ખુરશીની લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સચિન પાયલોટની સાથે હરિયાણાના મેવાતમાં રોકાયેલા છે, જ્યાં ભાજપની સરકાર છે. સચિન પાયલોટ તરફથી કહેવામાં આવ્યું છે કે ગેહલોત સરકાર અલ્પમતમાં છે. આ નિવેદન ગેહલોતને સંકટમાં મુકી શકે છે. શનિવારથી લઈને અત્યાર સુધી કોઈ નેતાની સચિન પાયલોટ સાથે વાતચીત થઈ નથી, પરંતુ પાયલોટે સિંધિસા સાથે મુલાકાત કરી હતી. 


સૂત્રોનું કહેવું છે કે સચિન પાયલોટની સાથે 27 કોંગ્રેસ ધારાસભ્યો પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. આ સિવાય ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ પાયલોટને સમર્થન આપી રહ્યાં છે અને તે પણ ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે થનારી કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક પહેલા વિધાનસભા અધ્યક્ષને પાયલોટના સમર્થક ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. 


સચિન પાયલોટના ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ, આજે નડ્ડા સાથે કરી શકે છે મુલાકાત


શું છે રાજ્યનું રાજકીય ગણિત
રાજસ્થાનમાં કોંગ્રેસની પાસે પોતાના 107 ધારાસભ્યો છે. તેની સાથે 12 અપક્ષ અને 6 અન્ય પાર્ટીઓના ધારાસભ્યો છે. તો ભાજપની પાસે 72 ધારાસભ્યો છે અને આરએલપીના 3 ધારાસભ્યો તેના સમર્થનમાં છે. જો પાયલોટ 27 ધારાસભ્યોને તોડવામાં સફળ થાય તો ગેહલોત સરકાર અલ્પમતમાં આવી જશે. તેવામાં બહુમત સાબિત કરવા માટે 101 ધારાસભ્યોની જરૂર પડશે, આ આંકડો ભેગો કરવો સરળ રહેશે નહીં. 


હાલનું સમીકરણ


કુલ સીટ - 200


બહુમત માટે - 101


કોંગ્રેસ-107ની સાથે 12 અપક્ષ, અન્ય 6 છે


ભાજપ-72ની સાથે આરએલપી-3 છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube