જયપુર : રાજસ્થાનનાં પરિવહન મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસનો એક નવો ચહેરો સામે આવ્યો છે. ખાચરિયાવાસે એક માર્ગ દુર્ઘટનામાં ઘાયલ યુવકોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી. આ સમગ્ર ઘટનાની માહિતી ખાચરિયાવાસે પોતાનાં અધિકારીક ફેસબુક પેજ પર તસ્વીરો શેર કરીને કરી હતી. તેમનાં દ્વારા કરવામાં આવેલી આ મદદથી સોશિયલ મીડિયા પર અનેક લોકો તેમની સરાહના કરી રહ્યા છે અને તેમનાં દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસોને એખ સારુ પગલું ગણાવી રહ્યા છે. 

મળતી માહિતી અનુસાર ખાચરિયાવાસ 9 જાન્યુઆરીના રોજ જયપુરમાં પ્રસ્તાવિત રાહુલ ગાંધીની ખેડૂત રેલીની તૈયારી અંગે આયોજીત એક બેઠકમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની નજર એક માર્ગ અકસ્માત પર પડી હતી. ત્યાર બાદ તેમણે પોતાની ગાડી રોકી અને ઘાયલોની મદદ માટે પહોંચ્યા હતા. દુર્ઘટનામાં ઘાયલ થયેલા એક યુવકની પરિસ્થિતીને જોઇને તેમણે તેને સાંત્વના આપી અને પોતાનાં વાહન થકી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 
રિપોર્ટ અનુસાર યુવક બે બાઇકો વચ્ચે થયેલી દુર્ઘટનામાં ઘાયલ થઇ ગયો હતો. ત્યાર બાદ તેમણે ઘાયલોને જોયા અને તુરંત જ ગાડી અટકાવી અને ઘાયલની નાકથી નિકળી રહેલા લોહીને જોતા તેમણે તેને પોતાનો રુમાલ આપ્યો. ત્યાર બાદ તેઓ પોલીસનાં વાહનમાં બેસીને તેને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.