હવે હું જોઉ છું જામીન પર જેલની બહાર રહેલ માં-પુત્રને કોણ બચાવે છે: PM મોદી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે વડાપ્રધાન મોદીએ સુમેરપુરમાં જનસભા સંબોધિત કરી હતી
જયપુર : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ સુમેરપુરમાં જનસભા સંબોધિત કરી હતી. જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, એક એવી પાર્ટી છે જેની 4 પેઢીએ દેશને બરબાદ કરી દીધો.
માં-પુત્રએ કર્યો છે કરોડો રૂપિયાનો ગોટાળો
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ પર સવાલ ઉટાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બંન્ને માં-પુત્ર જામીન પર જેલની બહાર છે. તેમણે કહ્યું કે, હવે હું જોઉ છું કે આ માં-પુત્રને કોણ બચાવે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પહેલા પોતાની ચાર પેઢીનો હિસાબ આપે પછી ભાજપ પાસેથી 4 વર્ષનો હિસાબ માંગવા આવે.
વડાપ્રધાનના સંબોધનની ખાસ વાતો
- રાજસ્થાનની જનતા ભાજપને વિજયી બનાવવાનો નિર્ણય કરી લીધો છે.
- રાજસ્થાનની જનતાએ ભાજપને વિજયી બનાવવાનો નિર્ણય લીધો છે.
- અમે તમામ સાથે એકે એક ઘરે પહોંચીશું, એક એક મતદાતાઓને મળીશું અને સૌથી વધારે મતદાન કરાવીને રાજસ્થાનમાં ભાજપનો વિજય ડંકો એકવાર ફરીથી વગાડીશું.
- કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં ચૂંટણી તો હારી ચુકી છે, હવે તે એવી ફિરાકમાં છે કે પરાજય માટે નામદાર જવાબદાર ન ઠરે.
- હું સોનાની ચમચી લઇને પેદા નથી થયો મે ગરીબી જોઇ છે.
- ઇન્દિરા વડાપ્રધા હતા, રાજીવ વડાપ્રધાન હતા પરંતુ સોનિયા ગાંધી રિમોટ કંટ્રોલથી વડાપ્રધાન પીએમ હતા.
- તમે જે કામ નથી કર્યું તેનો હિસાબ મોદી સાથે માંગ થઇ રહી હોય
- હું કોંગ્રેસનાં નામદારને પડકાર ફેંકુ છું કે હું નામાંકન દાખલ કર્યા વગર હાથમાં લેવાયેલ ક્રમથી કોંગ્રેસનાં અધ્યક્ષોનું નામ જણાવે