નવી દિલ્હી: રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે સવારે 11 વાગ્યા બાદ યોજાયેલા મતદાનમાં એનડીએના હરિવંશ નારાયણ સિંહ ઉપસભાપતિ પદ માટે ચૂંટાયા છે. પહેલાં મતદાન દરમિયાન કુલ 206 વોટ પડ્યા. જેમાં એનડીએના હરિવંશના પક્ષમાં 115 વોટ નાખવામાં આવ્યા. જોકે આ દરમિયાન 2 સભ્ય ગેરહાજર રહ્યા, એટલે તેમને વોટ મળ્યા નહી. પરંતુ વિપક્ષના કેટલાક સભ્યો તરફથી આપત્તિ બાદ તેમને સ્લિપ દ્વારા વોટ નાખવા દીધા. ત્યારબાદ દરીથી થયેલા મતદાનમાં કુલ 222 વોટ પડ્યા. તેમાં એનડીએના હરિવંશને 125, જ્યારે યૂપીએના બીકે પ્રસાદને 105 વોટ મળ્યા. ત્યારબાદ એનડીએના હરિવંશને ઉપસભાપતિ પદ માટે ચૂંટાયા હોવાની જાહેરાત સભાપતિ દ્વારા કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિવંશ નારાયણ સિંહ ઉપસભાપતિ ચૂંટાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે તેમને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે ચૂંટાયા બાદ હરિવંશ કેટલા પક્ષો માટે જ નહી, સમગ્ર સદનના ડે. ચેરમેન છે. મારું માનવું છે કે ડેપ્યુટી ચેરમેનનું વલણ વિપક્ષ તરફ વધુ હોવું જોઇએ. 


ત્યારબાદ વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સદનમાં પોતાના સંબોધનમાં કહ્યું કે અમારા માટે ખુશીની વાત છે કે સ્વાસ્થ્ય લાભ બાદ અરૂણ જેટલી પણ આપણી વચ્ચે સદનમાં હાજર છે. ઓગસ્ટ ક્રાંતિમાં બલિયાની મોટી ભૂમિકા હતી. હરિવંશજી આજે પણ પોતાના ગામ સાથે જોડાયેલા છે. હરિવંશજીને આરબીઆઇએ પણ પસંદ કર્યા. હરિવંશ તે કલમના ધની છે, જેને પોતાની અલગ ઓળખ બનાવી. હરિવંશજી એક એવું વ્યક્તિત્વ છે, જેમણે ખૂબ પુસ્તકો વાંચ્યા અને લખ્યા. એક સાંસદના રૂપમાં પોતાના સફળ કાર્યકાળનો અનુભવ સદનને કરાવ્યો છે. મને વિશ્વાસ છે કે હવે સદનનો મંત્ર જશે 'હરિકૃપા'. હવે બધુ હરિ ભરોસે છે. આશા છે કે સાંસદો પર હરિકૃપા બની રહેશે.  


બીજી તરફ અરૂણ જેટલીએ કહ્યું કે ઘણા વર્ષોથી એક સાંસદના રૂપમાં અમને હરિવંશજીને જોવાનો અનુભવ રહ્યો છે. જ્યારે પણ તે સદનમાં બોલે છે તો પુરી તૈયારી સાથે બોલે છે. તેમની દરેક વિષય પર રિસર્ચ પુરૂ હોય છે. તેમની ગરિમા અને વાત કહેવાની શાલીનતાને આપણે જોતા આવ્યા છીએ. મને લાગે છે કે તે નિશ્વિતપણે ઉપસભાપતિના રૂપમાં સદનની ગરિમા વધારશે. તેમણે આગળ કહ્યું કે હરિવંશ નારાયણ સિંહ આઝાદ જીની માફક છે, પરંતુ જુએ આપણી તરફ છે. 
 
આંકડાઓના અનુસાર રાજ્યસભા સાંસદ હરિવંશ નારાયણની જીત પહેલાં જ નક્કી માનવામાં આવતી હતી, કારણ કે સદનમાં ભાજપ 126 સભ્યોના સમર્થનનો દાવો કરી રહી હતી. ભાજપ સાંસદ અને કેંદ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે અમે હારેલી બાજી રમી નથી. અમારી પાસે બહુમતનો આંકડો છે. અમારી જીત નક્કી છે. તો બીજી તરફ બિમારી બાદ પહેલીવાર અરૂણ જેટલી રાજ્યસભામાં હાજર છે. 26 વર્ષ બાદ ઉપસભાપતિ પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. 


ઉચ્ચ સદનની કાર્યવાહી શરૂ થતાં જ ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે પક્ષગત રાજકારણથી ઉપર ઉઠીને વોટ કરો.

ભાજપે પાસે કેટલા વોટ
સદનમાં વોટીંગ પહેલાં જ ભાજપે દાવો કર્યો હતો કે પાર્ટી પાસે 126 સભ્યોનું સમર્થન છે. તેમાં એનડીએના 91, અન્નાદ્વમુક (13), ટીઆરએસ (06), વાઇએસઆર કોંગ્રેસ (02), ઇનેલોદ (01), બીજેડી (09) સભ્ય સામેલ છે. આ ઉપરાંત અમર સિંહે પણ એનડીએ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી, પીડીપી અને વાઇએસઆઇએ વોટિંગનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમાં આપના 3, પીડીપીના 2 સભ્યો છે. 


કોંગ્રેસે પણ કર્યો જીતનો દાવો
એક તરફ ભાજપ 126 સભ્યો સાથે હોવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસે 111 સભ્યોના સમર્થનની વાત કહી છે. કોંગ્રેસના 61 સભ્યો ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસ અને સપાના 13-13, તેદેપાના છ, માકપાના પાંચ, બસસ્પા અને દ્વમુકના ચાર સભ્યો, ભાજપના બે અને જદ એસના એક સભ્યના સમર્થન મળવાની આશા છે. મતદાનની પ્રક્રિયા પહેલાં કોંગ્રેસ નેતા આનંદ શર્માએ જીતનો દાવો કરતાં કહ્યું કે જો ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યા હોત તો તે ઉમેદવાર ઉતારતી ના કોઇ અન્ય પક્ષના નેતાનો ચહેરો બનાવતી. 


રાજ્યસભાનું હાલનું સમીકરણ
કુલ સાંસદ: 224
બહુમત: 123
એનડીએ: 88+38 =126
યૂપીએ: 47+38= 109


241 સભ્ય લેશે વોટિંગનો ભાગ
આજે થનાર આ વોટિંગમાં રાજ્યસભાના 241 સભ્ય જ ભાગ લેશે, કારણ કે મતદાનના થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યોએ તેમાં ભાગ લેવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી છે.