ઝી બ્યૂરો, અમદાવાદઃ સોનિયા ગાંધીએ લોકસભાને અલવિદા કરી સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે. કોંગ્રેસે સોનિયાને રાજસ્થાનમાંથી સોનિયાને ઉમેદવાર બનાવ્યાં છે.  ભાજપ પહેલાં જ રાજસ્થાનમાં બે ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂક્યો છે એ જોતાં અત્યારે સોનિયાની જીત સરળ છે કેમ કે રાજસ્થાનમાં ત્રણ બેઠકો માટે ચૂંટણી છે. ભાજપ બે અને કોંગ્રેસ એક બેઠક જીતી શકે તેમ છે પણ સોનિયાને કોંગ્રેસનાં ઉમેદવાર બનાવાતાં ત્રીજા ઉમેદવારને ઉભો રાખવાની હિલચાલ ભાજપે આદરી છે. ભાજપ સોનિયાને બિનહરિફ જીતવા દેવા માગતો નથી એથી સોનિયાની સીટ પર બની શકે કે ચૂંટણી યોજાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરળ નહીં હોય રાજ્યસભાનો રસ્તોઃ
ભાજપના મદન રાઠોડ અને ચુન્નીલાલ ગરાસિયા ગુરુવારે ઉમેદવારી નોંધાવવાના છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ભાજપ છેલ્લી ઘડીએ ત્રીજા ઉમેદવાર પાસે ફોર્મ ભરાવીને કોંગ્રેસને બહુ મોટું સરપ્રાઈઝ આપશે. ભાજપ સોનિયાને સરળતાથી જીતવા દેવા માગતો નથી. ભાજપ ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારશે તો રાજ્યસભાની રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની જશે. કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની જશે. સોનિયા ગાંધી જીતે એ ફાયનલ હોવા છતાં ભાજપ કોંગ્રેસને પરસેવો પડાવવા માગે છે. બની શકે કે રાજસ્થાન ચૂંટણીમાં પણ ભાજપ ઓપરેશન લોટસનો અમલ કરે, હાલમાં રાજસ્થાનમાં ભજનલાલની સરકાર છે. 


આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસઃ
૨૭ ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીના મેદાનમાં અત્યાર સુધી છ રાજકીય પક્ષો દ્વારા ઊતારાયેલા તમામ ૨૯ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી સંભાવના છે. કારણ કે કોઈ પક્ષે વધારાના કોઈ ઉમેદવારને ઊભા રાખ્યા જ નથી, માટે સ્પર્ધાનો કોઈ અવકાશ જ રહ્યો નથી. મતદાનના દિવસે પરિણામની જાહેરાત થશે. ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ ૧૫ ફેબ્રુઆરી છે. એપ્રિલ માસમાં ખાલી પડનારી ૫૬ બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. 


કોંગ્રેસ સિવાયના મોટા બધા પક્ષોએ મંગળવાર સુધીમાં એમના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસ, રાજસ્થાનમાંથી સોનિયા ગાંધીને ઊભાં રાખ્યા છે. જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભા જઈ રહ્યાં છે. ભાજપે ગુજરાતમાં નો રીપિટ થિયરીનો અમલ કર્યો છે. કેન્દ્ર સરકારના 2 મંત્રીઓને ટિકિટ આપી નથી એમની પાસે હવે લોકસભા લડવાનો વિકલ્પ છે. મોદી સરકારે 6 મંત્રીઓને રાજ્યસભામાં રીપિટ કર્યા નથી.