નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે રાજ્યસભા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ઉત્તર પ્રદેશથી હરદીપ સિંહ પુરી, અરૂણ સિંહ, બૃજ લાલ, નીરજ શેખર, હરિદ્વાર દુબે, ગીતા શાક્ય, બીએલ શર્મા અને સીમા દ્વિવેદી ઉમેદવાર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો ઉત્તરાખંડથી નરેશ બંસલને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે યૂપીની દસ રાજ્યસભા સીટો ખાલી થઈ રહી છે. વિધાનસભા સભ્યોની સંખ્યા પ્રમાણે તેમાંથી 9 સીટોનું પરિણામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. 


પુત્રની જગ્યાએ નરેન્દ્ર મોદી પીએમ બનવાથી સોનિયા ગાંધીનું દુખ છલકે છેઃ જાવડેકર

સપાએ એકવાર ફરીથી પ્રો. રામગોપાલ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જેણે ઉમેદવારી નોંધાવી દીધી છે. સપાના ધારાસભ્યોના આંકડાના આધાર પર રામગોપાલ યાદવની જીત નક્કી છે. ત્યારબાદ 10 મત વધારાના હોવા છતાં સપાએ કોઈ ઉમેદવાર ઉતાર્યો નથી. તેવામાં માયાવતીએ બસપાના રામજી ગૌતમને રાજ્યસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube