નવી દિલ્હી : દેશના ખેડૂતો સાથે જોડાયેલું જીવનજરૂરી વસ્તુઓનું વિધેયક 2020 મંગળવારે રાજ્યસભામાં પાસ કરાવી દેવાયું. આ વિધેયક લોકભા પહેલાથી જ પાસ થઇ ચુક્યું છે. હવે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ અનાજ, દાળ, તલ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાલા જેવી ખેતપેદાશો જીવનજરૂરી સામાનની યાદીમાંથી હટી જશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં તેને 15 સપ્ટેમ્બરે જ પસાર કરી દેવામાં આવ્યું હતું. આ વિધેયક કાયદો બન્યા બાદ તેને સંબંધિત અધ્યાદેનું સ્થાન લેશે. આ વિધેયકનો ઇરાદો ખાનગી રોકાણકારોની કેટલીક આશંકાઓને દુર કરવાનો છે. વેપારીઓ પોતાની વ્યાપારીક ગતિવિધિઓમાં સરકારી હસ્તક્ષેપના કારણે ખુબ જ પરેશાન હતા. 

સરકાર પહેલા જ કહી ચુકી છે કે, ઉત્પાદન, ઉત્પાદકોને જમા કરવા, આવન જાવન અને વિતરણ તથા પુરવઠ્ઠાની સ્વતંત્રાને કારણે મોટા પ્રમાણમાં અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે. કૃષી ક્ષેત્રમાં ખાનગી અને વિદેશી કંપનીઓના રોકાણ માટે આકર્ષીત કરી શકાશે. વિદેયક પર થયેલી સંક્ષીપ્ત ચર્ચાનો જવાન આપતા ગ્રાહકો મુદ્દાના તથા ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું કે, કાયદા દ્વારા સ્ટોકની સીમા નિર્ધારિત હોવાના કારણે વેપારીઓને અડચણ આવી રહી હતી. 

તેમણે કહ્યું કે, છ દશક જુના આ કાયદામાં સ્ટોક રાખવાની સીમા રાષ્ટ્રીય ઇમરજન્સી તથા દુષ્કાળની સ્થિતીમાં ભાવનમાં ભારે વધારો જેવી સ્થિતી પેદા થશે તો લાગુ કરવામાં આવશે. વિધેયકમાં ભાવન વધારો કરવા અને ઉત્પાદકો કરનારા પક્ષોને સ્ટોકની સીમાથી છુટ અપાઇ છે. દાનવેએ કહ્યું કે, આ પગલાને કારણે કૃષી ક્ષેત્રમાં રોકાણ વધશે તથા વધારે ભંડારણ ક્ષમતાનું નિર્માણ થશે. જેના કારણે પાક મોટા પ્રમાણમાં ખેડૂત વેચવા જાય ત્યારે તેને થનારા નુકસાનને અટકાવી શકાશે. આ સંશોધન ગ્રાહકો અને ખેડૂત બંન્નેના પક્ષે છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube