નવી દિલ્હી: FATFમાં  બ્લેક લિસ્ટ થતા બચવા માટે પહેલા તો પાકિસ્તાને (Pakistan) સ્વીકારી લીધુ કે દાઉદ ઈબ્રાહિમ તેના કરાચી શહેરમાં છે. પરંતુ જ્યારે પાકિસ્તાની સેનાએ સરકાર પર દબાણ વધાર્યું તો પાકિસ્તાન સરકાર એવી તે જોરદાર પલટી મારી દીધી કે હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાઉદ ઈબ્રાહિમને આતંકવાદી માનવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધી પરિવારના નેતૃત્વ પર સવાલ, કોંગ્રેસના ટોચના નેતૃત્વમાં ફેરફાર માટે નેતાઓએ લખ્યો પત્ર


પાકિસ્તાન સરકારે પોતાના દાવાથી પલટી મારતા ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા (Rakesh Sinha) એ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. રાકેશ સન્હાએ કહ્યું કે 'પાકિસ્તાનની છબી એક એવા દેશની બની ગઈ છે કે જે માફિયા, આતંકવાદીઓ અને તેવા તમામ તત્વોને શરણ આપે છે જે અરાજકતા ફેલાવે છે. પાકિસ્તાનની કમાન એવા લોકોના હાથમાં છે જે દુનિયામાં અવ્યવસ્થા ફેલાવે છે. ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે કોઈ અધિકાર નથી. દાઉદને સેનાનું સમર્થન છે. આથી દાઉદના કોઈ પણ પ્રહારને પાકિસ્તાની સેના પાકિસ્તાન પર પ્રહાર તરીકે જુએ છે.'


રાકેશ સિન્હાએ વધુમાં કહ્યું કે પાકિસ્તાની પ્રશાસનને પહેલા લાગ્યું કે સાચુ બોલવાથી તેમની વિશ્વનિયતા દુનિયામાં વધશે. પરંતુ ત્યાંની સેના અને આતંકીઓના દબાણને પગલે પાકિસ્તાનની સરકારે પોતાના નિવેદનથી પલટી મારવી પડી. 


PM મોદીની મોર સાથે જોવા મળી અદભૂત દોસ્તી, ખાસ જુઓ VIDEO 


અત્રે જણાવવાનું કે આતંકવાદી તૈયાર કરતું પાકિસ્તાન એકવાર ફરીથી દુનિયા સામે શર્મચાર થયું છે. પાકિસ્તાને પહેલા તો સ્વીકારી લીધુ કે દાઉદ ઈબ્રાહિમ તેની જમીન પર છે. પરંતુ પછી ભારતના ડરથી તેણે પોતાની વાત ફેરવી દીધી છે. પાકિસ્તાનને ડર છે કે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીને પોતાની જમીન પર શરણ આપવાનું તેનું કબૂલનામું તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube