કોની સાથે કરવું છે ગઠબંધન, તે અખિલેશ અને માયાવતી કરશે નક્કી: રામગોપાલ યાદવ
દેશની સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (એસપી) અને બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી)ની વચ્ચે હાલ ગઠબંધનના અણસાર દેખાઇ રહ્યા નથી. ત્યારે બીએસપીના પ્રમુખ માયાવતી પણ ગઠબંધન પર તેમના પત્તા ખોલવાના મુડમાં નથી.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓમાં લાગેલી વિપક્ષની પાર્ટીમાં મહાગઠબંધન બનાવવા માટે સતત બઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે કેટલાક વિપક્ષી દળ તેનાથી જુદી રાય રાખતા કોંગ્રે અને ભાજપથી અલગ ક્ષેત્રીય પાર્ટી (ક્ષત્રપ)ને એકત્રિત કરી ત્રીજા મોર્ચો બનાવવાની કવાયતમાં લાગ્યા છે. આ બધાની વચ્ચે દેશની સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (એસપી) અને બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી)ની વચ્ચે હાલ ગઠબંધનના અણસાર દેખાઇ રહ્યા નથી. ત્યારે બીએસપીના પ્રમુખ માયાવતી પણ ગઠબંધન પર તેમના પત્તા ખોલવાના મુડમાં નથી.
વધુમાં વાંચો: નવા વર્ષ પર મોદી સરકારે આપી ગિફિટ, જાણો કેટલો સસ્તો થયો LPG સિલેન્ડર
આ વિષય પર સોમવારે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કહ્યું કે, બધા જ જાણે છે કે મહાગઠબંધન બનવા જઇ રહ્યું છે. યૂપીમાં સપા અને બસપા સૌથી વધારે મહત્વ રાખે છે. અખિલેશજી અને માયાવતીજી નક્કી કરશે કે ગઠબંધન કોની સાથે કરવું છે.
નવા વર્ષના પહેલા સામાન્ય માણસને રાહત, 69 રૂપિયાથી નીચે જશે પેટ્રોલનો ભાવ
અખિલેશ યાદવે બુધવારે લખનઉમાં કહ્યું હતું કે તેઓ 6 જાન્યુઆરી બાદ હૈદરાબાદમાં રાવ સાથે મુલાકાત કરશે. ત્યારે માયાવતીએ તેલંગાણાના મુખ્યમંત્રીને મળવાનો સમય હજુ આપવામાં આવ્યો નથી. યાદવે કહ્યું કે ગઠબંધન બનાવવાના રાવના પ્રયાસોની તેઓ પ્રશંસા કરે છે પરંતુ તેઓ તેમને દિલ્હીમાં નહી મળી શકે. આ પહેલા સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના આવાસ પર બંને વચ્ચે બેઠક પ્રસ્તાવિત હતી.
વધુમાં વાંચો: રાફેલ ડીલ: કોંગ્રેસે કરી JPCની માગ, સરકારે પૂછ્યું- ચર્ચાથી કેમ ભાગી રહ્યા છો?
માયાવતીએ નથી ખોલ્યા હજુ સુધી તેમના પત્તા
માયાવતી રવિવારથી જ દિલ્હીમાં છે પરંતુ તેમણે પ્રસ્તાવિત બેઠકના સમયની પુષ્ટિ કરી નથી. માયાવતી નીત બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને સમાજવાદી પાર્ટી (એસપી) રાજકીય રૂપથી મહત્વપૂર્ણ ઉત્તરપ્રદેશમાં મુખ્ય ક્ષેત્રીય દળ છે. એસપીએ કહ્યું કે મોર્ચામાં તેમણે શામેલ કર્યા વગર બિન ભાજપ ગઠબંધન સફળ થશે નહીં.