નવી દિલ્હીઃ અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિર ભૂમિ પૂજન પહેલાં ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના બધા જિલ્લા માટે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર તંત્રને આશંકા છે. કે 5થી 15 ઓગસ્ટ વચ્ચે આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. યૂપીના બધા જિલ્લાના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર સાવધાની રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂમિ પૂજન પહેલાં યૂપીના સીએમ યોદી આદિત્યનાથે સુરક્ષાને લઈને મોટી બેઠક યોજી છે. સીએમે પોલીસ અધિકારીએને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના આદેશ આપ્યા છે. સીએમે અધિકારીઓને ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને દરેક જિલ્લામાં સાવચેત રહેવાનો આદેશ આપ્યો છે. ભૂમિ પૂજન કાર્યક્રમ અને પીએમ મોદીના પ્રવાસને જોતા સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવાની સૂચના આપવામાં આવી છે. તો અસામાજીક તત્વો પર વિશેષ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. 


કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ બાદ સુરક્ષાને લઈને ઉત્તર પ્રદેશમાં વ્યવસ્થા જડબેસલાક કરવામાં આવી રહી છે. ઇનપુટ મળ્યા છે કે આતંકી 5 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. તેવામાં બધા જિલ્લાના મહત્વના સ્થળે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. 


અયોધ્યામાં  PM મોદીના સ્વાગતની ભવ્ય તૈયારી, ભેટમાં આપવામાં આવશે કોદંડ રામની પ્રતિમા


ડીજીપી મુખ્યાલયે આગરા, મથુરા, મેરઠ, કાનપુર, પ્રયાગરાજ, ગોરખપુર, વારાણસી, લખનઉ સહિત અનેક શહેરોને હાઈ એલર્ટ પર રહેવાનું કહ્યું છે. પ્રદેશના બધા મહત્વપૂર્ણ સ્થળો, ધાર્મિક સ્થળો પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 


કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ યૂપીમાં આતંકી હુમલાનું એલર્ટ આપ્યું છે. જાણવા મળ્યું કે, આ આતંકી ષડયંત્ર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઇશારા પર થઈ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ મેળવેલા ફિદાયીન દ્વારા હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ સમયે ઇન્ડો-નેપાળ સરહદ પર SSBની સાથે  UP ATSને પણ સક્રિય કરી દેવામાં આવી છે. 


નરેન્દ્ર મોદી અને રામ મંદિર આંદોલન... 29 વર્ષ 11 મહિના બાદ આવી રહી છે તે ઘડી


બીજીતરફ રામ મંદિર ભૂમિ પૂજન અને પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને ભારત-નેપાળ સરહદ પર એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. દેશ વિરોધી તત્વોની ઘુષણખોરીની આશંકાને જોતા બધી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સોનૌલી સરહદ પર નેપાળથી આવતા-જતા દરેક માલવાહક વાહન અને જરૂરી કામકાજથી આવતા લોકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube