નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)ના પક્ષમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદો આપ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (RSS)ના સૂત્રોનું કહેવું છે કે આગામી વર્ષે 2020થી નિર્માણ શરૂ થઇ જશે. તેના માટે શુભ મુહૂર્ત જોવામાં આવશે. હાલ જે જગ્યાએ ચબુતરા પર રામલલા બિરાજમાન છે, ત્યાં જ મંદિરનો ગર્ભગૃહ હશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટના આદેશના અનુસાર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે. સુપ્રીમ કોર્ટે કેંદ્વ સરકાર પાસે ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ રચવા માટે કહ્યું છે. હવે આ ટ્રસ્ટમાં સામેલ થનાર ચહેરાને લઇને બધાની નજરો મંડાયેલી છે. 

Ayodhya Verdict : 929 પાનાનાં ચુકાદામાં 5માંથી એક જજે ઉમેર્યા હતા 116 પાનાં, જાણો શું છે ખાસ..


સૂત્રો જણાવી રહ્યા છે કે જે પ્રકારે 1951માં ગુજરાતમાં ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ બનીને સોમનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, તે પ્રકારે રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ રચવું પડશે. આ ટ્રસ્ટમાં સરકારી પ્રતિનિધિ અને રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા સંઘ પરિવારના સંગઠનોના લોકો સામેલ થઇ શકે છે. 

અયોધ્યા ચૂકાદોઃ સુપ્રીમ કોર્ટે કયા કારણોસર મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપી?


અયોધ્યા વિવાદ કેસમાં 70 વર્ષો સુધી કાયદાકીય લડાઇ અને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસો સુધી સતત ચાલેલી સુનાવણી બાદ શનિવારે ઐતિહાસિક ચૂકાદો આવી ગયો છે. ચૂકાદો વિવાદિત જમીન પર રામલલાના હકમાં સંભળાવ્યો છે. ચૂકાદામાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર વિવાદિત સ્થળ પર બનશે અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં પાંચ એકર જમીન અલગથી આપવામાં આવે. કોર્ટે કહ્યું કે વિવાદિત 02.77 એકર જમીન કેંદ્વ સરકારના આધીન રહેશે. કેંદ્વ અને ઉત્તર પ્રદેશ સરકારને મંદિર બનાવવા માટે ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજોની સંવિધાન પીઠે નિર્મોહી અખાડા અને શિયા વકફ બોર્ડના દાવાને નકારી કાઢ્યો, પરંતુ સાથે જ કહ્યું કે નિર્મોહી અખાડાને ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube