Ayodhya Verdict : 929 પાનાનાં ચુકાદામાં 5માંથી એક જજે ઉમેર્યા હતા 116 પાનાં, જાણો શું છે ખાસ..

આમ, સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચુકાદો કુલ 1045 પાનાંનો થયો છે. જેમાં 116 પાનામાં હિન્દુ ધર્મની શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો છે.

Ayodhya Verdict : 929 પાનાનાં ચુકાદામાં 5માંથી એક જજે ઉમેર્યા હતા 116 પાનાં, જાણો શું છે ખાસ..

નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક ચૂકાદામાં વિવાદિત સ્થળને રામ જન્મભૂમી તરીકે સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ વિવાદિત સ્થળ પર જ મંદિર બનાવવામાં આવે. તેના માટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવા સુપ્રીમે આદેશ આપ્યો છે. સાથે જ સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અલગથી 5 એકર જમીન આપવા પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા સાથે જ રામ જન્મભૂમિ વિવાદનો અંત આવી ગયો છે.

સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશની બેન્ચે સર્વસંમતિ સાથે 929 પાનાંનો ચૂકાદો આપ્યો છે, જેમાં રામ જન્મભુમિ-બાબરી મસ્જિદ વિવાદમાં કરવામાં આવેલા વિવિધ દાવાઓનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું છે. બેન્ચના આ ચૂકાદામાં 5 ન્યાયાધિશમાંથી એક ન્યાયાધિશે વધુ 116 પાનાં ઉમેર્યા છે અને તેમાં હિન્દુ સમુદાયના વિશ્વાસ અને શ્રદ્ધાની વાત કરી છે. 

આ રીતે સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચુકાદો કુલ 1045 પાનાંનો થયો છે. જેમાં 116 પાનામાં હિન્દુ ધર્મની શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો છે. ન્યાયાધિશે ટાંક્યું છે કે, બાબરી મસ્જિદ એ જ સ્થાન છે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો અને તેના દસ્તાવેજી અને મૌખિક પુરાવા છે. ન્યાયાધિશે પોતાના 116 પાનાનાં ચૂકાદામાં મૌખિક નિવેદનો, રાજપત્રોમાં રામના જન્મસ્થળ, અન્ક ધર્મગ્રંથો, પવિત્ર ધાર્મિક પુસ્તકો સહિત વાલ્મિકી રામાયણ અને સ્કંદ પુરાણનો પણ ઉલ્લેખ કર્યો છે. ન્યાયાધિશે જણાવ્યું કે, આ બાબતોના આધારે હિન્દુ સમુદાયના વિશ્વાસને આધારહીન ઠેરવી શકાય નહીં. 

પોતાના શનિવારે પોતાના ઐતિહાસિક ચુકાદામાં અયોધ્યાની 2.77 એકર વિવાદિત જમીન હિન્દુઓને આપી દીધી, જેના કારણે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો બન્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પણ મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન અલગથી આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને અલગથી જમીન આપવા માટે બંધારણની કલમ 142નો ઉપયોગ કર્યો છે અને સાથે જ ચાર કારણ દર્શાવ્યા છે. 

સુપ્રીમે જણાવેલા 4 કારણ
1. મુસ્લિમ સમાજ સાથે જે કંઈ ખોટું થયું છે તેમાં સુધારો જરૂરી છે. 
2. ધર્મ નિરપેક્ષ દેશમાં મુસ્લિમોને ખોટી રીતે મસ્જિદમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. 
3. 22-23 ડિસેમ્બર, 1949ના રોજ મસ્જિદને અપવિત્ર કરવામાં આવી હતી. 
4. 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવું એ ખોટું કામ હતું.  

જુઓ LIVE TV...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news