ન લોખંડ અને ન સ્ટીલ... માત્ર પથ્થરોથી થશે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે માત્ર પથ્થરોનો પ્રયોગ કરવામાં આવશે. મંદિરમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ થશે નહીં અને નિર્માણ માટે હાઇટેક મશીનો લગાવવામાં આવશે.
અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોથી કરવામાં આવશે. રામ મંદિરના નિર્માણ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર વર્કશોપના સુપરવાઇઝર અનુભાઈ સોમપુરાનુ કહેવુ છે કે મંદિરના નિર્માણમાં અનોખી ટેકનીક અને મશીનોનો પ્રયોગ થશે.
રાજસ્થાનથી લાવવામાં આવશે પથ્થર
રામ મંદિર કાર્યશાળાના સુપરવાઇઝર અનુભાઈ સોમપુરાનુ કહેવુ છે કે તેઓ 30 વર્ષથી આ કાર્યશાળામાં કામ કરી રહ્યાં છે. હાલ અહીં પર મોટી સંખ્યામાં મંદિરના પથ્થર રાખેલા છે. આ સિવાય રાજસ્થાનથી પણ પથ્થર અહીં પહોંચશે. સોમપુરાએ કહ્યુ કે, રાજસ્થાનથી આવેલા પથ્થરોનું પણ અહીં કટિંગ થશે.
પથ્થરોની સાથે કોપર અને વ્હાઇટ સીમેન્ટનો ઉપયોગ
સોમપુરાએ કહ્યુ કે, આ મંદિરમાં પથ્થરોની સાથે કોપર, લાકડી અને વ્હાઇટ સીમેન્ટનો ઉપયોગ થશે. રાજસ્થાનથી આવનારા પથ્થરોના કટીંગ માટે અહીં કાર્યશાળામાં વિશેષ મશીનો લગાવવામાં આવશે. આ બધા કામ ભૂમિ પૂજન બાદ શરૂ કરી દેવામાં આવશે.
અયોધ્યામાં પીએમ મોદીનો કાર્યક્રમ નક્કી, 5 ઓગસ્ટે સવારે 11.30 કલાકે પહોંચશે, ભાષણ પણ આપશે PM
હનુમાન ગઢીના મહંત રાજૂ દાસે જણાવ્યુ કે, ટ્રસ્ટ સભ્યોએ તે નક્કી કર્યું છે કે મંદિરનું નિર્માણ માત્ર પથ્થરોથી થશે કારણ કે તે લાંબા સમય સુધી ચાલશે. તેમણે જણાવ્યું કે, સોનુ, ચાંદી અને કોપર જેને લોકો મંદિરને કાન કરી રહ્યાં છે, તેને મંદિરના પાયામાં લગાવવામાં આવશે.
પીએમ કરશે કાર્યક્રમની શરૂઆત
નક્કી કાર્યક્રમ અનુસાર રામ મંદિરના નિર્માણનું કામ 5 ઓગસ્ટે થનારા ભૂમિ પૂજન સમારોહ બાદ શરૂ થઈ જશે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરની આધારશિલા રાખશે. આ ખાસ કાર્યક્રમમાં પીએમ મોદી, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત ભાગ લેશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube