Ram Mandir: અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરના રામલ્લા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ડાક ટિકિટ વાયરલ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવામાં આવી રહ્યું છે કે આ ડાક ટિકિટ નેપાળથી વર્ષ 1967માં જારી કરવામાં આવી હતી. આ દુર્લભ ડાક ટિકિટ લખનઉના શખ્સ અશોક કુમારની પાસે છે. અશોક કુમારે પોતાના 'ધ લિટિલ મ્યૂઝિયમ'માં તેને સંભાળીને રાખી છે. 


આશરે 57 વર્ષ જૂની ડાક ટિકિટ જે ભગવાન શ્રી રામની સાસરી નેપાળથી જારી થઈ હતી, તે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 1967માં ડાક ટિકિટ જારી થઈ હતી જે ભગવાન રામ અને માતા સીતાને સમર્પિત કરવામાં આવી હતી. તેમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું વર્ષ લખેલું જોવા મળી રહ્યું છે. લોકો તેને દુર્લભ સંયોગ ગણાવી રહ્યાં છે. ભગવાન શ્રીરામ આ ડાક ટિકિટ પર ધનુષ બાણની સાથે જોવા મળી રહ્યાં છે. સાથે તેમાં માતા સીતા જોવા મળી રહ્યાં છે. 18 એપ્રિલ, 1967ના આ ડાક ટિકિટ લોન્ચ કરવામાં આવી હતી. 


આ પણ વાંચોઃ આ એ જ મંદિર છે જ્યાં માતા સીતાનું અપહરણ કરનાર રાવણે જટાયુને ગંભીર ઇજા પહોંચાડી હતી


અશોક કુમાર પ્રમાણે વાયરલ નેપાળી ડાક ટિકિટ પર જે રામનવમી 2024માં લખી છે, તે અંગ્રેજી કેલેન્ડર નહીં પરંતુ વિક્રમ સંવનની અનુસાર છે. અંગ્રેજી કેલેન્ડરથી વિક્રમ સંવત 57 વર્ષ આગળ ચાલે છે. તે પ્રમાણે 1967માં જારી થયેલી ડાક ટિકિટ પર 57 વર્ષ આગળનું વર્ષ 2024 લખેલું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube