લખનઉઃ રામનગરી અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય શ્રી રામ મંદિર પરિવરના નિર્માણમાં મુખ્ય માળખા સહિત લગભગ 1,100 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અત્યાર સુધી 100 કરોડ રૂપિયાથી વધુનું દાન ઓનલાઇન પ્રાપ્ત થયું છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજે જણાવ્યુ કે, રામ મંદિર લગભગ સાડા ત્રણ વર્ષમાં પૂરુ થવાની આશા છે. તેમણે કહ્યું કે, મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. નિષ્ણાંત અને એન્જિનિયર મંદિરના પાયા માટે યોજના તૈયાર કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજે સોમવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ કે, મુખ્ય રામ મંદિરના નિર્માણનો ખર્ચ 300થી 400 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે, જ્યારે સંપૂર્ણ પરિસર બનાવવામાં આશરે 1100 કરોડ જેટલો ખર્ચ આવશે. પરંતુ હજુ આ અનુમાન છે. તેનાથી વધુ પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે, મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે અને બોમ્બે, દિલ્હી, મદ્રાસ, ગુવાહાટી, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, આઈઆઈટી રૂડકીના નિષ્ણાંત અને એલએન્ડટી તથા ટાટા સમૂહના વિશેષ એન્જિનિયર પરિસરના મજબૂત પાયાની યોજના તૈયાર કરવા પર ચર્ચા-વિચારણા કરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ Corona Vaccine પહેલા મળ્યા સારા સમાચાર, બાળકો માટે આ પ્રથમ સ્વદેશી વેક્સિન લોન્ચ


સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજે કહ્યુ કે, મંદિરના પાયા માટે આપવામાં આવેલા વિકલ્પો પર મંગળવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પાયા નિર્માણના સંબંધમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે, મંદિર ટ્રસ્ટને અત્યાર સુધી 100 કરોડ રૂપિયાથી વધુનું દાન ઓનલાઇન મળી ચુક્યુ છે. આ સાથે અમે દેશના ચાર લાખ ગામો અને 11 કરોડ પરિવારો સુધી પહોંચશું જેથી તમાજના બધા વર્ષ આ પહેલમાં ભાગ લઈ શકે. 


શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિજી મહારાજે કહ્યુ કે, ટ્રમ્ટે મંદિર નિર્માણ માટે જન સંપર્ક અને નિધિ સમર્પણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. વિશ્વના સૌથી મોટા જનસંપર્ક અભિયાનની શરૂઆત મકર સંક્રાતિથી થશે અને તે માધી પૂર્ણિમા સુધી ચાલશે. આ હેઠળ 10, 100 તથા 1000 રૂપિયાના કૂપન આપીને લોકો પાસેથી સહયોગ રકમ ભેગી કરવામાં આવશે. તેનાથી વધુ રકમ દાન કરનારને રસીદ આપવામાં આવશે. બધા પર શ્રીરામનું ચિત્ર હશે. મંદિરના ઈતિહાસની પણ જાણકારી હશે. તેવો પ્રયાસ રહેશે કે દરેક ઘરમાં શ્રી રામનું એક ચિત્ર જરૂર પહોંચે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube