Child Policy: જનસંખ્યા નિયંત્રણ અને અનામત મુદ્દે કેંદ્રીય મંત્રી આઠવલે આપી આ સલાહ
કેંદ્રીય મંત્રી રામદાસ આઠવલે શનિવારે કહ્યું કે દેશમાં વિકાસ સુનિશ્વિત કરવા માટે જનસંખ્યા વૃદ્ધિ પર પ્રતિબંધ લગાવવો ખૂબ જરૂરી છે અને તેમની પાર્ટી એક બાળકની નીતિ બનાવવાની પેરવી કરી રહી છે.
મુંબઇ: કેંદ્રીય મંત્રી રામદાસ આઠવલે શનિવારે કહ્યું કે દેશમાં વિકાસ સુનિશ્વિત કરવા માટે જનસંખ્યા વૃદ્ધિ પર પ્રતિબંધ લગાવવો ખૂબ જરૂરી છે અને તેમની પાર્ટી એક બાળકની નીતિ બનાવવાની પેરવી કરી રહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હિંદુઓની વસ્તી સાથે સંબંધિત ટિપ્પણી વિશે પૂછવામાં આવેતા આઠવલેએ કહ્યું કે હિંદુ વસ્તી ઓછી થવાની સંભાવના નથી.
નિતિન પટેલના નિવેદનનો આપ્યો હવાલો
નિતિન પટેલે કહ્યું હતું કે દેશમાં લોકો ત્યાં સુધી સંવિધાન અને ધર્મનિરપેક્ષતા વિશે વાત કરી શકશે, જ્યાં સુધી હિંદુઓની બહુમતિ છે. તેમણે કહ્યું હતું કે જો હિંદુઓની સંખ્યા ઘટી અને બીજા ધર્મના લોકોની સંખ્યા વધી તો દેશમાં કોર્ટ, લોકસભા, સંવિધાન, ધર્મનિરપેક્ષતા જેવી વસ્તુઓ રહેશે નહી અને આ ખતમ થઇ જશે.
IAS Raj Shekhar એ સરકારી બસમાં મુસાફરી કરી જાણી હકિકત, 13 કંડક્ટરોને કર્યા સસ્પેંડ
હિંદુઓ પર આપ્યું આ નિવેદન
રામદાસ આઠવલેએ અહીં સંવાદદાતાને કહ્યું કે મને લાગતું નથી કે હિંદુઓની વસ્તી ઓછી થવાનો કોઇ પ્રશ્ન છે. હિંદુ લોકો હિંદુ રહે અને મુસલમાન લોકો મુસલમાન રહે. મુશ્કેલથી એક અથવા બે હિંદુ અથવા મુસલમાન ધર્મ પરિવર્તન કરે છે. સંવિધાન લોકોને તેમની પસંદનું કામ કરવાનો અધિકાર આપે છે. પરંતુ કોઇપણ કોઇ ધર્માંતરણ માટે મજબૂર ન કરી શકે.
તેમણે કહ્યું કે હિંદુઓ અને મુસલમાનોની વસ્તીમાં કોઇ મોટો ફેરફાર થશે નહી અને એવું નથી કે મુસલમાનોની વસ્તી ઝડપથી વધી રહી છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડીયા (આઠવલે ગ્રુપ) ના નેતાએ કહ્યું કે 'દેશના વિકાસ માટે જનસંખ્યા પર કંટ્રોલ જરૂરી છે, ભલે તે હિંદુઓની હોય કે પછી મુસલમાનોની.
Mileage Tips: શું તમારી બાઇક પણ આપે છે ઓછી એવરેજ? જો હા, તો જાણી લો આ સરળ ટિપ્સ
તેમણે કહ્યું કે જો એક પરિવાર, એક બાળકની નીતિ અપનાવે તો અમે જનસંખ્યા નિયંત્રણમાં સફળ થઇશું. અત્યારે કહેવામાં આવે છે કે 'અમે બે અમારા બે'... અમારી પાર્ટીનું વલણ એ છે કે 'અમે બે અમારા એક' માટે કાયદો બનવો જોઇએ. આઠવલેએ કહ્યું કે તે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠાવશે. ગુજરાતમાં દલિતોના કથિત ઉત્પીડન સંબંધી ઘટનાઓ વિશે પૂછવામાં આવતાં દલિત નેતાએક અહ્યું કે તે મુદ્દાને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ઉઠાવશે.
અનામત મુદ્દે આઠવલેએ કહ્યું
આઠવલેએ એ પણ કહ્યું કે અનામત તે લોકો માટે હોવી જોઇએ. જેમની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી છે. તેમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ચાર રાજ્યો- ઉત્તર પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવામાં જીતશે તથા તેમની પાર્ટી આ તમામ રાજ્યોમાં ભાજપનું સમર્થન કરશે. આઠવલેએ પંજાબને અપવાદ ગણાવ્યું, જ્યાં ભાજપના શિરોમણિ અકાલી દળ સાથે ગઠબંધન તૂટી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube