Mileage Tips: શું તમારી બાઇક પણ આપે છે ઓછી એવરેજ? જો હા, તો જાણી લો આ સરળ ટિપ્સ

હાલના સમયમાં Petrol ના ભાવમાં આસમાનને આંબી રહ્યા છે અને સામાન્ય વ્યક્તિનું બજેટ બગડી ગયું છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો બાઇકનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમની Bike ની માઇલેજ સીધી ખિસ્સા સાથે જોડાયેલી હોય છે. આપણામાંથી દરેક કોઇ ઇચ્છતું હોય છે કે તેની બાઇક વધુ એવરેજ આપે, જેથી તેના ખિસ્સા પર વધુ અસર ન પડે. જોકે ઘણીવાર તમારી બાઇક ચલાવવાનો અંદાજ પણ માઇલેજ પર અસર પાડે છે.  
Mileage Tips: શું તમારી બાઇક પણ આપે છે ઓછી એવરેજ? જો હા, તો જાણી લો આ સરળ ટિપ્સ

નવી દિલ્હી: હાલના સમયમાં Petrol ના ભાવમાં આસમાનને આંબી રહ્યા છે અને સામાન્ય વ્યક્તિનું બજેટ બગડી ગયું છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો બાઇકનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમની Bike ની માઇલેજ સીધી ખિસ્સા સાથે જોડાયેલી હોય છે. આપણામાંથી દરેક કોઇ ઇચ્છતું હોય છે કે તેની બાઇક વધુ એવરેજ આપે, જેથી તેના ખિસ્સા પર વધુ અસર ન પડે. જોકે ઘણીવાર તમારી બાઇક ચલાવવાનો અંદાજ પણ માઇલેજ પર અસર પાડે છે.  

અમે આજે તમને કેટલીક સરળ રીત બતાવવા જઇ રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારી બાઇકની માઇલેજ ઘણી હદે વધારી શકો છો. 

બ્રેક અને એક્સીલેટરનો ઉપયોગ યોગ્ય રીતે કરો
જો તમે બાઇકને વધુ સ્પીડમાં ચલાવશો તો તેની એવરેજ ઓછી થઇ જશે. ખાસકરીને જ્યારે તમે વારંવાર સ્પીડમાં બ્રેક અને એક્સીલેટરનો ઉપયોગ કરશો. એટલા માટે બાઇક ચાલતી વ્કહ્તે સ્પીડને મેંટેન રાખો. ખાસકરીને જ્યારે ખરાબ રસ્તા પર બાઇક ચલાવી રહ્યા હોવ, ત્યારે આ વાતનું ધ્યાન રાખવું જોઇએ. 

સમય સર સર્વિસ કરાવતા રહો
જો તમે પોતાની બાઇકની સમયાંતરે સર્વિસ કરાવતાં રહેશો તો તેની માઇલેઝ ઘણી હદે મેન્ટેન રહેશે. સર્વિસ દરમિયાન તમારી બાઇકનું એન્જીન ઓઇલ બદલતા રહો અને ઘણી ખામીઓ પણ દૂર થઇ જાય છે. રેગુલર સર્વિસ કરાવતાં બાઇકની એન્જીન લાઇફ વધી જાય છે. 

સારી ક્વોલિટીનું ફ્યૂલ નખાવો
તમને જાણીને આશ્વર્ય થશે કે ઘણીવાર સારી ક્વોલિટીનું ફ્યૂલ ન નખાવાના લીધે પણ તમારી બાઇકની માઇલ બગડી જાય છે. સારી ક્વોલિટીનું ફ્યૂલ બાઇલની માઇલેજના સુધારામાં મદદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news