વેક્સિન પર રાજનીતિઃ હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ- Vaccineનો વિપક્ષ વિરુદ્ધ થઈ શકે છે ઉપયોગ
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ કે, એસપી નેતા અખિલેશ યાદવના નિવેદનને નજરઅંદાજ ન કરી શકાય. તેમણે કહ્યું કે, વેક્સિનનો વિપક્ષ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ કોરોના વેક્સિનના રસીકરણને લઈને શરૂ થયેલી રાજનીતિમાં વિચિત્ર નિવેદનોનો મારો ચાલી રહ્યો છે. આ પહેલા ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ (Akhilesh Yadav)એ કોરોના વેક્સિન પર આવેલા નિવેદનને હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી (Raashid Alvi)નો સાથ મળી ગયો છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ કે, એસપી નેતા અખિલેશ યાદવના નિવેદનને નજરઅંદાજ ન કરી શકાય. તેમણે કહ્યું કે, વેક્સિનનો વિપક્ષ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે સપા પ્રમુખે શનિવારે કહ્યું હતું કે, તે ભાજપની વેક્સિન લગાવશે નહીં.
શું બોલ્યા રાશિદ અલ્વી?
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ, જે રીતે ભાજપ અને પીએમ મોદી સીબીઆઈ, ઇનકમ ટેક્સ, ઈડીનો ઉપયોગ વિપક્ષ વિરુદ્ધ કરી રહ્યાં છે. તેનાથી લાગે છે કે અખિલેશ યાદવનો વેક્સિનને લઈને ડર યોગ્ય છે. સરકાર જે રીતે વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કામ કરી રહી છે, આ ડર વ્યાજબી છે. રાશિદ અલ્વીએ કહ્યુ કે, જે રીતે ભાજપ સરકાર વિપક્ષના નેતાઓ વિરુદ્દ છે અને તેની વિરુદ્ધ કેસ ચલાવી રહી છે. આ સિવાય સરકાર વિપક્ષના દરેક નેતાને પોલિટિકલી ખતમ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, સરકારે વેક્સિનને લઈને વિપક્ષના નેતાઓને વિશ્વાસ અપાવવો જોઈએ.
DCGIએ Covaxin અને Covishield ને આપી મંજૂરી, જાણો બંને રસીમાંથી કઈ વધુ અસરકારક અને કિંમત સહિત ખાસ વાતો
જયરામ રમેશે પણ કોવેક્સીન પર ઉઠાવ્યા સવાલ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ભારત બાયોટેક પહેલા દરજ્જાની કંપની છે, પરંતુ તે ચોંકાવનારૂ છે કે વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલ સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકૃત પ્રોટોકોલ 'કોવેક્સીન' માટે સંશોધિત કરવામાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને તેના પર સ્પષ્ટીકરણ આપવું જોઈએ.
Corona Vaccine ને મંજૂરી મળ્યા બાદ PM મોદીની ટ્વીટ- 'વૈજ્ઞાનિકો દેશને બનાવી રહ્યા છે આત્મનિર્ભર'
નપુંસક થવાની વાત બકવાસ-DCGI ડાઈરેક્ટર
DCGIના ડાઈરેક્ટર વીજે સોમાણી(VG Somani) એ કહ્યું કે, 'અમે એવી કોઈ ચીજને મંજૂરી નહીં આપીએ, જેમાં સુરક્ષાને લઈને થોડી પણ ચિંતા હોય. રસી 110 ટકા સુરક્ષિત છે. કોઈ પણ રસીની થોડી ઘણી આડઅસર હોઈ શકે છે, જેમ કે દુ:ખાવો, એલર્જી થવી.' આ સાથે જ તેમણે રસીના ઉપયોગથી નપુસંક થવાના સવાલ પર કહ્યું કે આ સંપૂર્ણ રીતે બકવાસ છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube