Unique Temple in Ratlam: ભારતમાં લાખો મંદિર (Temple) છે. દેશમાં ભાગ્યે જ એવું કોઇ ગામ જોવા મળશે જ્યાં કોઇ મંદિર ન હોય. તેમાંથી તમામ એવા મંદિર પણ છે, જે પોતાની અંદર ઘણા પ્રકારના રહસ્યો (Mystery of Mahalakshmi Temple) ને સમાવીને બેઠા છે. આ ઉપરાંત તમામ મંદિરોની પોતાની અલગ ઓળખ તથા પોતાનું અલગ મહત્વ છે. એવા ઘણા રહસ્યોને પોતાની અંદર સમાયેલું એક મંદિર મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના રતલામ (Ratlam) માં આવેલું છે. આ મંદિરનું નામ મહાલક્ષ્મી (Mahalakshmi Temple) છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાલક્ષ્મી મંદિર (Mahalakshmi Temple) મધ્ય પ્રદેશના માણક (Mahalakshmi Temple Manak) માં આવેલું છે. આ મંદિર આ કારણે અનોખું (Unique Temple) છે કારણ કે અહીં આવનાર ભક્તોને પ્રસાદના રૂપમાં લાડવા કે કોઇ ખાવાની વસ્તુ મળતી નથી, પરંતુ સોના-ચાંદીના ઘરેણા (Gold and Silver Jewelry) આપવામાં આવે છે. આ પ્રકારે તમે કહી શકો છો કે મહાલક્ષ્મી મંદિરમાં આવનાર દરેક ભક્ત અહીંથી માલામાલ થઇને જાય છે.  


આ પણ વાંચો:  ટીમ ઇન્ડીયાની હારના ગુનેગાર બન્યા આ 5 ખેલાડી, બીજી વનડે મેચમાં રહ્યા ફ્લોપ
આ પણ વાંચો:  કાળા બટાકાની ખેતી ચર્ચામાં, સ્પેશિયલ અમેરિકાથી બિયારણ મંગાવી કરી ખેતી
આ પણ વાંચો:   અમદાવાદમાં રહો છો તો અહીં માણો 1 day પિકનિકની મજા, એ પણ નજીવા ખર્ચે


મહાલક્ષ્મી માતાનું મંદિર
મંદિરમાં આવનાર દરેક ભક્તને અહીં પ્રસાદના રૂપમાં સોના ચાંદીના સિક્કા અને ઘરેણા લઇ જવા માટે કહેવામાં આવે છે. આ મંદિર માં મહાલક્ષ્મીનું છે. અહીં દરરોજ ભક્તોની ભારે ભીડ લાગે છે. આ મંદિરના પ્રત્યે ભક્તોની ખૂબ વધુ આસ્થા છે. તેના લીધે ભક્તો અહીં દરરોજ મા મહાલક્ષ્મીને કરોડો રૂપિયાના દાગીના ચઢાવે છે. આ ઉપરાંત ભક્તો અહીં કેશ પણ ચઢાવે છે. 


આ પણ વાંચો:  Palmistry: હાથની રેખા વડે જાણો કેટલું જીવશો, કમાશો અને બીજું ઘણું બધુ
આ પણ વાંચો:  CNG કીટ લગાવી દીધી પરંતુ જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી મુશ્કેલી વધી જશે
આ પણ વાંચો:  આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ જાણી શક્યું નથી


દીવાળી (Diwali) ના અવસરે આ મંદિરમાં ધન કુબેર (Dhan Kuber) નો દરબાર લગાવવામાં આવે છે. આ દરમિયાન ધનતેરસ (Dhanteraj) થી માંડીને પાંચ દિવસ સુધી મંદિરમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે અને મંદિરને ફૂલોથી નહી પરંતુ રૂપિયા અને ઘરેણાથી શણગારવામાં આવે છે. ધન કુબેરના દરબારમાં જ ભક્તોને પ્રસાદના રૂપમાં સોના-ચાંદીના ઘરેણા અને રૂપિયા આપવામાં આવે છે. 


ધનતેરસના દિવસે ખોલવામાં આવે છે કુબેરની પોટલી
દીવાળીના સમયે મંદિરના કપાટ 24 કલાક ખુલ્લા રહે છે. કહેવામાં આવે છે કે ધનતેરસના દિવસે મહિલાઓ માટે અહીં કુબેરની પોટલી ખોલવામાં આવે છે અને જે પણ ભક્ત અહીં આવે છે તે ખાલી હાથ પરત ફરતો નથી. મંદિરમાં દાયકાઓથી ઘરેણા અને રૂપિયા ચલાવવાની પરંપરા ચાલી આવે છે.  માન્યતા છે કે જૂના જમાનામાં અહીંના રાજા રાજ્યની સમૃદ્ધિ માટે ઘન અને ઘરેણા ચઢાવતા હતા. આ પરંપરાને ભક્તોએ આગળ પણ વધારી અને હવે તે પણ માતાના ચરણોમાં દાગીના, પૈસા વગેરે ચઢાવવા લાગ્યા છે. કહેવામાં આવે છે કે આમ કરવાથી લક્ષ્મીની કૃપા તેમના પર બની રહે છે. 


આ પણ વાંચો: કોઈ પણ ભોગે સફળતા મેળવવાનું ઝૂનૂન હોય છે આ રાશિની છોકરીઓમાં, કરે છે ખૂબ પ્રગતિ
આ પણ વાંચો: Twitter પછી, Facebook-Instagram એ શરૂ કરી Paid સેવા, જાણો પ્રક્રિયા
આ પણ વાંચો: EV ખરીદવાનું સપનું પૂરું કરો, 15 લાખની અંદર મળશે આ શાનદાર રેન્જવાળી કાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube