સંસદ બહાર ધરણા પર બેઠેલા સાંસદોને ચા પીવડાવીને સભાપતિ પોતે કરશે ઉપવાસ, જાણો કારણ
સોમવાર બપોરથી જ ધરણા પર બેઠેલા સાંસદોને મળવા માટે મંગળવારે સવારે ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પોતે પહોંચ્યા. તેઓ પોતાની સાથે એક થેલી લઈને આવ્યા હતાં જેમાં સાંસદો માટે ચા હતી. હરિવંશ નારાયણ સિંહે પોતાના હાથે ચા કાઢી અને સાંસદોને પીવડાવી. તેમણે સાંસદો સાથે ઉષ્માભર્યું વર્તન કર્યું.
નવી દિલ્હી: રાજ્યસભા (Rajya Sabha) માંથી સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયેલા આઠ સાંસદો આખી રાત ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેઠા રહ્યાં. તેમને સભાપતિ વેકૈયા નાયડુએ રવિવારે સદનમાં હંગામો કરવા અને ઉપસભાપતિ સાથે ગેરવર્તણૂંક દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે. સોમવાર બપોરથી જ ધરણા પર બેઠેલા સાંસદોને મળવા માટે મંગળવારે સવારે ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ (Harivansh Narayan Singh) પોતે પહોંચ્યા. તેઓ પોતાની સાથે એક થેલી લઈને આવ્યા હતાં જેમાં સાંસદો માટે ચા હતી. હરિવંશે પોતાના હાથે ચા કાઢી અને સાંસદોને પીવડાવી. તેમણે સાંસદો સાથે ઉષ્માભર્યું વર્તન કર્યું. પીએમ મોદીએ પણ આ બદલ તેમને બિરદાવતા કહ્યું કે જે સાંસદોએ થોડા દિવસ પહેલા તેમના પર હુમલો કર્યો આજે તે સાંસદોને મળીને મુલાકાત કરવી અને ચા પીવડાવવી દેખાડે છે કે હરિવંશજી કેટલા વિનમ્ર છે. આ તેમને મહાનતા બતાવે છે.
કૃષિ બજારો બંધ નહીં થાય, MSP ની વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રહેશે: PM મોદી
કૃષિ બિલના વિરોધ વચ્ચે મોદી સરકારે 6 રવિ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો
રવિવારે કર્યો હતો હોબાળો
રવિવારે રાજ્યસભામાં કૃષિ બિલ રજુ કરાયા ત્યારે વિપક્ષી સાંસદોએ ખુબ હોબાળો મચાવ્યો હતો. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને નિયમ પુસ્તિકા ફાડી નાખી હતી. જ્યારે કોંગ્રેસના રાજીવ સાતવ અને આમ આદમી પાર્ટીના સંજય સિંહ સદનમાં વિરોધ કરવા માટે ટેબલ પર ચઢી ગયા હતાં. સદને તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, કોંગ્રેસના રાજીવ સાતવ, રિપુન બોરા, નાસિર હુસૈન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને કે કે રાગેશ તથા માકપાના કે ઈ કરીમને સસ્પેન્ડ કરી નાખ્યા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube