મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે ટ્વીટર પર એક નિવેદન બહાર પાડીને કેટલીક જાહેર ક્ષેત્રની બેન્કો બંધ થઈ રહી હોવાની વાતનું ખંડન કર્યું છે. આરબીઆઈએ લખ્યું છે કે, "કેટલાક સોશિયલ મીડિયામાં એવી અફવા ચાલી રહી છે કે આરબીઆઈ કેટલીક વ્યવસાયિક બેન્કો બંધ કરવા જઈ રહી છે, એ વાત તદ્દન ખોટી છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ નાણા સચિવ રાજીવ કુમારે પણ આરબીઆઈ દ્વારા કેટલીક બેન્કો બંધ કરવાના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, "કોઈ પણ જાહેર ક્ષેત્રની બેન્ક બંધ કરવાનો સવાલ જ પેદા થતો નથી." તેમણે ભાર મુકતા વધુમાં કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેન્કોમાં લોકો વિશ્વાસ ધરાવે છે અને સરકાર તેમાં નવી મૂડીનું રોકાણ કરીને તેમનાં ગ્રાહકોને વધુ સારી સેવા આપી શકે તે માટે મજબૂત કરી રહી છે. 


PM Modi LIVE : ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1.3 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરશે


રાજીવ કુમારે કહ્યું કે, "આરબીઆઈ કેટલીક બેન્કો બંધ કરવા જઈ રહી છે એવી સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવાઈ રહી છે. એક પણ જાહેર ક્ષેત્રની બેન્ક કરવાનો સવાલ જ પેદા થતો નથી. કેન્દ્ર સરકારક આ બેન્કોને મજબૂત કરવા માટે તેમનું નવું મૂડી રોકાણ કરવા જઈ રહી છે."


ઉલ્લેખનીય છે કે, મંગળવારે આરબીઆઈ દ્વારા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કનાં કામકાજ પર પ્રતિબંધ મુકાયા પછી બુધવારે સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો હતો, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આરબીઆઈએ દેશની 9 બેન્કોને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. 


ઉત્તરાખંડમાં ચીનની સરહદ નજીક આવેલા 14 ગામનાં લોકોનું સ્થળાંતર, કેન્દ્ર સરકાર એક્શનમાં


સોશિયલ મીડિયામાં એવી અફવા ચાલી હતી કે, RBI કોર્પોરેશન બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, આઈડીબીઆઈ, આંધ્ર બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, દેના બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, એમ કુલ 9 બેન્ક બંધ કરવા જઈ રહી છે. આ મેસેજ વાયરલ થયા પછી RBIને સ્પષ્ટતા કરવા અને ખંડન કરવા માટે એક નિવેદન આપવું પડ્યું હતું. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....