નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ચલણી નોટોથી પણ ફેલાઈ શકાય છે. જી હા...આ વાત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ કન્ફર્મ કરી છે. નોટો (currency) ની લેવડદેવડ કરવાથી કોરોના વાયરસ તમારા શરીરની અંદર પહોંચી શકે છે. જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિએ નોટને સ્પર્શ કર્યો છે અને પછી કોઈ અન્ય વ્યક્તિ તે નોટને સ્પર્શે તો કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે. આથી સાવધાન રહો. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ સ્વીકાર્યું છે કે કરન્સી નોટ કોરોના વાયરસના સંભવિત વાહક હોઈ શકે છે. સંસ્થાએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારી પ્રોત્સાહનની માગણી કરી છે. આ અગાઉ 9 માર્ચના રોજ CAITએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને પૂછ્યું હતું કે શું કરન્સી નોટ બેક્ટેરિયા અને વાયરસના વાહક છે કે નહીં?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 ઓક્ટોબર પછી આ શરતો પર ખુલશે શાળાઓ, સરકારે બહાર પાડી માર્ગદર્શિકા


કન્ફેડરેશને એક નિવેદનમાં કહ્યું છે કે મંત્રાલય તરફથી આ પત્ર આરબીઆઈને મોકલવામાં આવ્યો હતો. તેમણે CAITને સંકેત આપતા જવાબ આપ્યો હતો કે નોટ બેક્ટેરિયા અને વાયરસના વાહક હોઈ શકે છે. જેમાં કોરોના વાયરસ પણ સામેલ છે. આથી તેનાથી બચવા માટે ડિજિટલ ચૂકવણીનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ. પત્રમાં RBIએ આગળ કહ્યું કે "કોરોના વાયરસ મહામારીને ફેલાતી રોકવા માટે જનતા વિભિન્ન ઓનલાઈન ડિજિટલ ચેનલો જેમ કે મોબાઈલ અને ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વગેરે માધ્યમથી ઘરે બેઠા ચૂકવણી કરી શકે છે. તેનાથી કેશનો ઉપયોગ કરવા અને કાઢવાથી બચી શકાશે."


કોરોના વેક્સિન પર મોટા સમાચાર- જુલાઈ 2021 સુધી દેશમાં 25 કરોડ લોકોને રસી ઉપલબ્ધ કરાવશે સરકાર


CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા મુજબ આરબીઆઈનો જવાબ જણાવે છે કે ડિજિટલ ચૂકવણીનો ઉપયોગ વધુમાં વધુ થવો જોઈએ. CAITએ નિર્મલા સીતારમણને લોકોમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે 'ઈન્ટેન્સિવ' આપવાની યોજના શરૂ કરવાનો પણ આગ્રહ કર્યો છે. નિવેદનમાં કહેવાયું છે કે ડિજિટલ લેવડદેવડ માટે લગાવવામાં આવેલા બેન્ક ચાર્જને માફ કરવા જોઈએ અને સરકારે બેન્ક ચાર્જને  બદલે બેન્કોને સીધી સબસિડી આપવી જોઈએ. આ સબસિડી સરકાર પર નાણાકીય બોજો નહીં નાખે પરંતુ તે નોટોના છાપકામ પર થનારો ખર્ચો ઓછો કરશે. 


VIDEO: બલરામપુરમાં બાળકી પર ગેંગ રેપની ઘટનાને મંત્રીજીએ ગણાવી 'નાની ઘટના'


ચલણી નોટોથી કોરોના વાયરસ ન થાય તે માટે આ ઉપાય અજમાવો
કોરોના વાયરસ નોટોથી ફેલાઈ શકે છે. આથી વધારે સાવધાની વર્તવાની જરૂર છે. તમે કોઈની પણ પાસેથી ચલણની નોટ લો તો સાવધાની રાખતા નોટોને હાથ લગાવ્યા બાદ હાથ તરત ધોઈ નાખો. સેનેટાઈઝ પણ કરી શકો છો. આ સાથે જ નોટો ઉપર પણ સેનેટાઈઝર સ્પ્રે કરી શકો છો. બની શકે તો વધુમાં વધુ ડિજિટલ પદ્ધતિઓથી લેવડદેવડ કરો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube