ભારત માટે ખુશખબર, નવેમ્બર સુધી આવી શકે છે કોરોના વાયરસની રસી
રશિયાએ કોરોના વાયરસની પ્રથમ રસી Sputnik V બનાવવાનો દાવો કર્યો હતો. આ વેક્સિનની ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. જો તેની ટ્રાયલ સફળ રહે તો તે નવેમ્બર સુધી ભારતમાં ઉપલબ્ધ હશે.
મુંબઈઃ રશિયાના સોવરેન વેલ્થ ફંડ The Russian Direct Investment Fund (RDIF)એ ભારતમાં કોરોના વાયરસની વેક્સિન Sputnik Vના ક્લીનિકલ ટ્રાયલ અને ડિસ્ટ્રીબ્યૂશન માટે ડો. રેડ્ડીઝ લેબ સાથે ભાગીદારી કરી છે. બંન્ને કંપનીઓ વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે RDIF ભારતીય કંપનીને વેક્સિનના 10 કરોડ ડોઝની સપ્લાઈ કરશે. RDIFના સીઈઓ Kirill Dmitriev એ આ અંગે જણાવ્યું કે, Sputnik V વેક્સિન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે અને જો તેની ટ્રાયલ સફળ રહે તો તે નવેમ્બર સુધી ભારતમાં ઉપલબ્ધ થશે.
RDIFની સચાર અન્ય ભારતીય કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે જે ભારતમાં આ વેક્સિન બનાવશે. RDIFએ એક નિવેદનમાં કહ્યું કે, તેના અને ડો. રેડ્ડીઝ વચ્ચે થયેલી સમજુતી તે વાતનું પ્રમાણ છે કે વિભિન્ન દેશો અને સંસ્થાઓ વચ્ચે તે સમજ વધી રહી છે કે કોરોના વાયરસથી લોકોને બવાવવા માટે ઘણી વેક્સિન પર કામ કરવું જરૂરી છે. કંપનીએ કહ્યું કે, રશિયન વેક્સિન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે અને દાયકાઓ સુધી તેના પર 250થી વધુ ક્લિનિકલ સ્ટડી થઈ ચુકી છે. તેમાં સુરક્ષિત જાણવા મળી અને તેની લાંબા ગાળાની ખરાબ અસર જોવા મળી નથી.
બાબરી કેસઃ 30 સપ્ટેમ્બરે ચુકાદો, અડવાણી, જોશી, કલ્યાણ સિંહે કોર્ટમાં રહેવું પડશે હાજર
કોરોના વાયરસ વિરુદ્ધ ઉપયોગી હથિયાર
ડો. રેડ્ડીઝના સીઈઓ જીબી પ્રસાદે એક નિવેદમા કહ્યુ કે, આ વેક્સિનના ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલના પરિણામ ઉત્સાજનક રહ્યાં છે અને ભારતીય નિયામકોના માપદંડો પૂરા કરવા માટે અમે ભારતમાં તેની ફેઝ-3ની ટ્રાયલ કરીશું. તેમણે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં Sputnik V વેક્સિન વિશ્વસનીય વિકલ્પ હોઈ શકે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube