નવી દિલ્હીઃ લાલ કિલ્લા હિંસા (Red Fort violence) મામલામાં દિલ્હી પોવીસે વધુ એક આરોપી જસપ્રીત સિંહની ધરપકડ કરી છે. 29 વર્ષીય જસપ્રીત દિલ્હીના સ્વરૂપ નગરનો રહેવાસી છે. જસપ્રીત લાલ કિલ્લા પર આરોપી મનિંદર સિંહની સાથે ઉભો જોવા મળી રહ્યો છે અને બન્ને હાથથી તલવાર ફેરવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસની એફઆઈઆર પ્રમાણે ત્યારબાદ તે લાલ કિલ્લાના વધુ એક શિખર પર ચઢ્યો. તેના પર આરોપ છે કે લાલ કિલ્લા પર લાગેલ સ્ટીલના રોડને લઈને લોકોને ભડકાવી રહ્યો હતો. 


Toolkit case: કોર્ટે દિશા રવિને પાંચ નહીં એક દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી


કિસાન સંગઠનોએ તેનાથી ખુદને અલગ કરી લીધા હતા. પરંતુ પોલીસનું કહેવું છે કે તેમાં કિસાન સંગઠનોનો પણ હાથ છે. દિલ્હી પોલીસે આ મામલામાં આશરે 125 લોકોની ધરપકડ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube