Jio Gigafiber launch: એક ક્લિકમાં જાણો પ્લાન્સ અને ઓફર વિશે તમામ માહિતી
જિયો ગીગાફાઇબરના રેન્ટલ પ્લાન 699 રૂપિયાથી 8499 રૂપિયાની રેન્જમાં રહેશે
નવી દિલ્હી : બહુપ્રતીક્ષિત રિલાયન્સ જિયો ગીગા ફાઇબર (Jio Giga Fiber) ગુરૂવારે લોન્ચ થઇ ગયું. મળતી માહિતી અનુસાર રિલાયન્સ જિયો આશરે 1600 શહેરોમાં પોતાની સર્વિસ પુરી પાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિયો ગીગાફાઇબરનાં રેંટલ પ્લાન 699 રૂપિયાથી 8499 રૂપિયાની રેન્જમાં છે. 699 રૂપિયાથી પ્લાનની શરૂઆત થશે. જેમાં 100 mbps ની સ્પીડ મળશે. બીજી તરફ 8499 રૂપિયાનાં પ્લાનમાં યુઝર્શને 1 gbps જેટલી સ્પીડ મળશે. ગોલ્ડ અને તેનાથી ઉપરનાં પ્લાનમાં ટેલીવિઝન પણ આપવામાં આવશે.
POK માં પાક.નું પોત પ્રકાશ્યું, આતંકવાદીઓના મહાગઠબંધનની તસ્વીરો સામે આવી..
આ 9 સર્વિસ આપશે જિયો
1. અલ્ટ્રા હાઇસ્પીડ બ્રોડબેન્ડ (1 gbps જેટલું)
2. મફતમાં ઘરેલુ વોઇસ કોલિંગ, કોન્ફરન્સિંગ અને ઇનટરનેશનલ કોલિંગ
3. ટીવી વીડિયો કોલિંગ અને કોન્ફરન્સિંગ
4. એન્ટરટેઇનમેન્ટ ઓટીટી એપ્સ
5. ગેમિંગ
6. હોમ નેટવર્કિંગ
7. ડિવાઇસ સિક્યોરિટી
8. વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ
9. પ્રીમિયમ કંટેટ પ્લેટફોર્મ
પી. ચિદમ્બરમને તિહાડમાં નહી મળે કોઇ VIP સેવા, 5 રોટલી અને શાક અપાશે
ચિદમ્બરમને ઝટકો, કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલ મોકલાયા
699 રૂપિયાના પ્લાનમાં શું મળશે.
જિયોનાં શરૂઆતી પ્લાન Bronze છે. તેમાં યુઝર્સને 100 mbps સુધીની સ્પીડ મળશે. આ પ્લાનમાં યુઝર્શને અનલિમિટેડ ડેટા (100 GB+ 50 GB) મળશે. આ પ્લાનમાં ફ્રી વોઇસ કોલિંગનો ફાયદો મળશે. આ પ્લાનમાં યુઝર્સ ભારતમાં કોઇ પણ નંબર પર કોલિંગની સુવિધા મળશે.
આઝમ ખાનનાં રિઝોર્ટમાં પકડાઇ વિજ ચોરી, કનેક્શન કપાયું વધારે એક ફરિયાદ દાખલ
849 રૂપિયાનાં પ્લાનમાં શું મળશે
849 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 100 mbps જેટલી સ્પીડ મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ ડેટા (200 GB+ 200 GB એક્સટ્રા) મળશે. પ્લાનમાં યુઝર્શને ફ્રી વોઇસ કોલિંગનો ફાયદો મળશે. આ પ્લાનમાં પણ યુઝર્શ ભારતમાં કોઇ પણ નંબર પર ફોન કરી શકશે.
રાષ્ટ્રીય સ્તરની સ્વિમરનું શારીરિક શોષણ, રમત મંત્રીની કડક કાર્યવાહી
1299 રૂપિયાના પ્લાનમાં ફ્રીમળશે ટીવી
1299 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 250 mbps જેટલી સ્પીડ મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ ડેટા (500GB+250GB એકસ્ટ્રા) મળશે. પ્લાનમાં યુઝર્સને ફ્રી વોઇસ કોલિંગનો ફાયદો મળશે. આ પ્લાનમાં પણ યુઝર્સ ભારતમાં કોઇ પણ નંબર પર કોલ કરી શકશે. આ ઉપરાંત યુઝર્સને 4K સ્માર્ટ ટીવી પણ મળશે.
સરકારી કમાણી કરવા નહી પરંતુ નિયમોના પાલન માટે વધાર્યો છે દંડ: ગડકરી
અન્ય મોંઘા પ્લાનનો પણ સમાવેશ
ગોલ્ડની ઉપર ડાયમંડ પ્લાન છે, જેનું માસિક રેંટલ 2499 રૂપિયા છે. પ્લેટિનમ પ્લાનનું મંથલી રેન્ટલ 3999 રૂપિયા છે. જ્યારે સૌથી મોંઘો પ્લાન ટાઇટેનિયમ છે. આ પ્લાનનું મંથલી રેંટલ 8999 રૂપિયા છે. આ તમામ પ્લાનમાં કસ્ટમર્સને 4K સ્માર્ટ ટેલિવિઝન મળશે.