Republic Day 2019 : રાજપથમાં જોવા મળશે ગાંધીજીની `મોહન`થી `મહાત્મા` સુધીની સફર
આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ગાંધીજીના જીવનનો પરિચય આપવાની સાથે રેલવે પોતાની બે સૌથી મોટી ઉપલબ્ધી પ્રદર્શિત કરશે
નવી દિલ્હીઃ 70મા ગણતંત્ર દિવસ (Republic Day)ના રોજ આયોજિત થતી પરેડમાં આ વખતે દર્શકોને ગાંધીજીની 'મોહન'થી 'મહાત્મા' સુધીની સફર જોવા મળશે. ભારતીય રેલવેએ આ વર્ષની ઝાંખીની થીમ 'Journey : Mohan to Mahatma' રાખી છે. 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર નિકળનારી પરેડમાં રેલવેના ટેબ્લોમાં આગળના ભાગમાં રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની 6 ફૂટ ઊંચી મૂર્તિ હશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દેશ ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે.
ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "મહાત્મા ગાંધીની આ મૂર્તિને બે સ્વરૂપ આપવાનો પ્રયાસ કરાયો છે. આ મૂર્તીના પ્રથમ ભાગમાં મહાત્મા ગાંધી બેરિસ્ટર મોહન દાસ કરમચંદ ગાંધીના સ્વરૂપમાં જોવા મળશે. આ જ મૂર્તિના બીજા ભાગમાં ગાંધીજીનું મહાત્મા સ્વરૂપ દેખાશે. તેમણે જણાવ્યું કે, મૂર્તિની આ થીમને કારણે તેને બે જુદા-જુદા રંગમાં રંગવામાં આવી છે."
360 ડિગ્રીમાં ફરશે ગાંધીજીની આ મૂર્તિ
રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, રાજપથ પર જ્યારે આ ટેબ્લો પસાર થશે ત્યારે ગાંધીજીની આ મૂર્તિને 360 ડિગ્રીમાં ફેરવવામાં આવશે. જેથી ગાંધીજીના બંને સ્વરૂપને રાજપથ પર બેસેલા તમામ દર્શકો જોઈ શકે. તેમણે જણાવ્યું કે, રેલવેએ એક સંક્ષિપ્ત ઓડિયો પણ તૈયાર કર્યો છે. જેમાં મહાત્મા ગાંધીજીની સમગ્ર જીવન યાત્રાને સંકલિત કરવાનો પ્રયાસ કરાયો છે.
[[{"fid":"200596","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
બૂલેટ ટ્રેન અને ટ્રેન-18નું હશે 3D વર્ઝન
બુલેટ ટ્રેન અને ટ્રેન-18 રેલવે મંત્રાલયની સૌથી મોટી ઉપલબ્ધી છે. આથી રેલવે પોતાની આ ઉપલબ્ધીઓને પણ રાજપથ પર પ્રદર્શિત કરવા જઈ રહ્યું છે. રેલવેના ટેબ્લોમાં ટ્રેન-18 અને બુલેટ ટ્રેન પણ મહત્વનો ભાગ હશે. આ બંને ટ્રેનને 3D ટેક્નીકના માધ્યમથી રાજપથ પર પ્રદર્શિત કરાશે. જેથી રાજપથ પર દૂર દૂર સુધી બેસેલા દર્શકો પણ ભારતીય રેલવેની આ ઉપલબ્ધીને સરળતાથી જોઈ શકે.