આપણા બધાનું લક્ષ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે, દિલ્હી આવેલા કલાકારોને બોલ્યા PM Modi
ગણતંત્ર દિવસ પરેડ 2021 (Republic Day Parade 2021) મા સામેલ થવા દિલ્હી આવેલા કલાકારો, એનસીસી કેડેટો અને એનએસએસ વોલેન્ટિયર્સ સાથે પીએમ મોદીએ રવિવારે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યુ કે, કોરોનાએ ઘણા ફેરફાર કરી દીધા છે. માસ્ક અને બે ગજની દૂરી હવે તેમ લાગી રહ્યું છે દરરોજના જીવનની વસ્તુ બની ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે લોકોના ઉત્સાહ અને ઉમંગમાં કોઈ કમી આવી નથી.
ગણતંત્ર દિવસ પરેડ 2021 (Republic Day Parade 2021) મા સામેલ થવા માટે દિલ્હી આવેલા NCC કેડેટ્સ, વોલેન્ટિયર્સ અને કલાકારોને પીએમ મોદી સંબોધિત કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ, 'તમે દેશના ખુણે-ખુણાથી આવ્યા છો. રાજપથ પર અલગ અલગ રાજ્યોના ટેબ્લો પસાર થાય છે અને કલાકાર જ્યારે રાજપથ પર નિકળે છે તો દેશ ગર્વથી ભરાય જાય છે.'
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube