પટણા: બિહાર (Bihar) માં નીતિશ કેબિનેટની રચના થઈ ગઈ છે. નીતિશકુમાર (Nitishkumar) ની સરકારે કેબિનેટની બેઠક બોલાવી જેમાં શિયાળુ સત્ર માટે પહેલી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શિયાળુ સત્રનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ સાથે જ મંત્રીપદની શપથ લેનારા નેતાઓને પણ વિભાગો સોંપી દેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં ફરીથી Lockdown? સતત વધતા કોરોના કેસના કારણે કેજરીવાલ સરકારે લીધો 'આ' મોટો નિર્ણય


જેડીયુ નેતા વિજય ચૌધરીને ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ કાર્ય વિભાગ આપવામાં આવ્યો છે. આ બાજુ અશોક ચૌધરીને ભવન નિર્માણ અને અલ્પસંખ્યક કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત જેડીયુ નેતાને સમાજ કલ્યાણ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ આપવામાં આવ્યો છે. 


જેડીયુ નેતા મેવાલાલ ચૌધરીને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ વખતે મગળ પાંડેની જવાબદારીઓ વધી છે અને તેમને સ્વાસ્થ્ય તથા પથ નિર્માણ વિભાગનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. સૌથી વધુ વિભાગોની જવાબદારી જેડીયુ કોટાના મંત્રી અશોક ચૌધરીને સોંપવામાં આવી છે. તેમને અલ્પસંખ્યક વિભાગની જવાબદારી પણ મળી છે. 


Corona Update: લોકો તહેવારોની ઉજવણીમાં મશગૂલ, દેશમાં કોરોનાની શું છે સ્થિતિ ખાસ જાણો


પૂર્વ ડેપ્યુટીસીએમ અને નાણામંત્રી સુશીલ મોદીની તમામ જવાબદારીઓ બંને ડેપ્યુટી સીએમને સોંપવામાં આવી છે. તારકિશોર પ્રસાદને સુશીલ મોદીના તમામ જૂના વિભાગોની જવાબદારી મળી છે. 


બીજા ડેપ્યુટી સીએમ રેણુ દેવીને મહિલા કલ્યાણ વિભાગની જવાબદારી મળી છે. આ ઉપરાંત શીલા દેવીને પરિવહન વિભાગ મળ્યો હોવાની ચર્ચા છે. વિસ્તૃત માહિતી આ પ્રમાણે છે....


ગૃહમંત્રી અમિત શાહના ગુપકાર ગેંગ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર, લગાવ્યા ગંભીર આરોપ


  • નીતિશકુમાર- ગૃહ વિભાગ, કાયદો અને વિજિલન્સ, કેબિનેટ, ચૂંટણી અને અન્ય વિભાગ જે કોઈ પણ મંત્રીને સોંપવામાં નથી આવ્યા

  • તારકિશોર પ્રસાદ- નાણામંત્રી, પર્યાવરણ અને વન વિભાગ, આઈટી વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, શહેરી વિકાસ વિભાગ

  • રેણુ દેવી- પંચાયતી રાજ વિભાગ, પછાત જાતિ ઉત્થાન અને EBC કલ્યાણ, ઉદ્યોગ વિભાગ

  • વિજય ચૌધરી- ગ્રામીણ વિકાસ વિભાગ, જળ સંસાધન વિભાગ, સૂચના અને પ્રસારણ વિભાગ, પાર્લિયામેન્ટ્રી અફેર્સ

  • વિજેન્દ્ર યાદવ- ઉર્જા, ખાદ્ય અને ઓથોરિટી વિભાગ

  • મેવાલાલ ચૌધરી- શિક્ષણ વિભાગ

  • શીલા કુમારી- પરિવહન વિભાગ

  • સંતોષ માંઝી- સિંચાઈ વિભાગ, એસસી/એસટી કલ્યાણ વિભાગ

  • મુકેશ સાહની- પશુપાલન અને મત્સ્ય વિભાગ

  • મંગળ પાંડે- સ્વાસ્થ્ય, પથ નિર્માણ, કળા અને સંસ્કૃતિ વિભાગ

  • અમરેન્દ્ર પ્રતાપ સિંહ- કૃષિ વિભાગ, કોઓપરેટિવ, શેરડી વિભાગ

  • રામપ્રીત પાસવાન- PHED વિભાગ

  • જીવેશ મિશ્ર- ટુરિઝમ, લેબર અને માઈન્સ વિભાગ

  • રામસૂરત રાય- રેવન્યૂ, કાયદો વિભાગ