દિલ્હીમાં ફરીથી Lockdown? સતત વધતા કોરોના કેસના કારણે કેજરીવાલ સરકારે લીધો 'આ' મોટો નિર્ણય
દિલ્હી (Delhi) માં કોરોના (Corona Virus) ના વધતા કેસને જોતા દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અમે કેન્દ્ર સરકારને નાના સ્તર પર લોકડાઉન માટે એક પ્રસ્તાવ મોકલ્યો છે. આ આંશિક લોકડાઉન હશે. આ સાથે જ કેજરીવાલે જ્યાં કોરોનાના કેસ સામે આવ્યા છે તે બજારો બંધ કરવાની વાત કરી છે. દિલ્હીમાં લગ્ન સમારોહમાં આવનારા લોકોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. લગ્ન સમારોહમાં હવે માત્ર 50 લોકો જ સામેલ થઈ શકશે. સીએમ કેજરીવાલે કહ્યું કે ભીડ વધતા બજારો બંધ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી (Delhi) માં કોરોના (Corona Virus) ના વધતા કેસને જોતા દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અમે કેન્દ્ર સરકારને નાના સ્તર પર લોકડાઉન માટે એક પ્રસ્તાવ મોકલ્યો છે. આ આંશિક લોકડાઉન હશે. આ સાથે જ કેજરીવાલે જ્યાં કોરોનાના કેસ સામે આવ્યા છે તે બજારો બંધ કરવાની વાત કરી છે. દિલ્હીમાં લગ્ન સમારોહમાં આવનારા લોકોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. લગ્ન સમારોહમાં હવે માત્ર 50 લોકો જ સામેલ થઈ શકશે. સીએમ કેજરીવાલે કહ્યું કે ભીડ વધતા બજારો બંધ કરવામાં આવશે.
દિલ્હીમાં કેમ વધ્યા કોરોનાના કેસ?
- ખરીદીમાં બેદરકારી
- તહેવારો પર બજારોમાં ભારે ભીડ
- વધુ ટેસ્ટિંગ
- દેશના અનેક મોટા જથ્થાબંધ બજારો
હવે અમે તમને દિલ્હીમાં કોરોના પર મહત્વની વાતો જણાવી રહ્યા છીએ...
- છેલ્લા 10 દિવસથી ખુબ ઝડપથી કોરોનાના કેસ વધ્યા છે.
- એક દિવસમાં 8000થી વધુ કેસ સામે આવ્યા.
- પ્રદૂષણ, વધુ ટેસ્ટિંગ, બેદરકારીથી કોરોનાના વધુ કેસ સામે આવ્યા.
- ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજી. અનેક નિર્ણય લેવામાં આવ્યા.
આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે ત્રીજી વેવનો પીક વીતી ચૂક્યો છે. આથી લોકડાઉનની જરૂર નથી. તેમણે કહ્યું કે દિલ્હીની 29 ટકા જનતાનો અમે ટેસ્ટ કરી ચૂક્યા છે. આઈસોલેશનના કારણે કેસ નથી વધતા. દિલ્હીમાં 16500 બેડ કોરોના માટે છે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં બેડની થોડી સમસ્યા છે કારણ કે બધા પ્રાઈવેટ હોસ્પિટલોમાં જાય છે.
તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા એક અઠવાડિયાની અંદર પોઝિટિવિટી દર 15 ટકાથી ઘટીને 13 ટકા થયો. આ થર્ડ વેવ જરૂર છે પરંતુ પીક હવે વીતી ચૂક્યો છે. દિલ્હીમાં મૃત્યુદર 1.58 ટકા છે જે રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુદર 1.48 ટકાની આજુબાજુ છે.
અત્રે જણાવવાનું કે દિલ્હીમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. સોમવારે 24 કલાકમાં 3797 લોકો કોરોના સંક્રમિત થયા. અને 99 લોકોના જીવ ગયા. જો કે આટલા જ સમયમાં 3560 લોકો સાજા પણ થયા. દિલ્હીમાં અત્યાર સુધીમાં 4,89,202 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 4,41,361 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 7713 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ 40,128 લોકોની સાારવાર ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે