રીવાના બેઠકથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ હાથથી ટોઈલેટ સાફ કરતા જોવા મળી રહ્યા છે. સાંસદ મહોદય રીવા જિલ્લાના બાલિકા વિદ્યાલય ખટખરી ગયા હતા. ટોઈલેટ સાફ કરવા દરમિયાન સાંસદે હાથમાં મોજા સુદ્ધા પહેર્યા નહતા કે બ્રશનો ઉપયોગ પણ ન કર્યો. 


વાત જાણે એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી લઈને ગાંધી જયંતી (2ઓક્ટોબર) સુધી ભાજપ સેવા પખવાડિયું ચલાવી રહ્યો છે. આ કડીમાં બાલિકા શાળામાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદ જનાર્દન મિશ્રા મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. શાળામાં ભ્રમણ દરમિયાન સાંસદે જોયું કે બાલિકાઓ જે ટોઈલેટનો ઉપયોગ કરે છે તે ખુબ ગંદુ છે. તેમણે તરત જ પોતે સાફ કરવાનો નિર્ણય લીધો. આ માટે સાંસદે કેમિકલ કે પછી બ્રશની પણ રાહ ન જોઈ. એક ડોલમાં પાણી મંગાવ્યું અને ટોઈલેટ સાફ કરવા લાગ્યા. સાંસદે હાથથી ટોઈલેટ સાફ કરીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube